સમુદ્રમંથન વખતે મળેલા ૧૪ રત્નોમાં શંખનો પણ સમાવેશ થતો હતો.માતા લક્ષ્મી અને શંખ બંને સાથે સમુદ્રમાંથી પ્રગટ થયા હોવાથી શંખ લક્ષ્મીદેવીના ભાઇ તરીકે પણ પૂજાય છે.મંદિરોમાં આરતી વખતે શંખ ફૂંકવામાં આવે છે.આજે અમે તમને જણાવી શું કે શા માટે શંખ ફૂંકવો હિતકારી છે અને શું છે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ?શંખ ફૂંકવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભો પણ પ્રાપ્ત થાય છે.

શંખ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે – દક્ષિણાવર્તી,વામાવર્તી,મધ્યવર્તી.દક્ષિણાવર્તી શંખ જમણી બાજુ ખુલે છે,વામાવર્તી શંખનું મુખ જમણી બાજુ હોય છે જ્યારે મધ્યવર્તી શંખનું મુખ વચ્ચે આવેલ હોય છે.મધ્યવર્તી શંખ મળવા દુર્લભ છે.

શંખમાં ભરી રાખેલા પાણીનું સેવન કરવાથી પણ અનેક લાભો પ્રાપ્ત થાય છે,જે શરીર માટે હિતકારી છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ શંખનું ઘરમાં હોવું ઘણું હિતકારી છે.શંખ ઘરમાં સુખ,શાંતિ અને સમૃધ્ધિ લાવે છે.વાસ્તુશાસ્ત્રના નિયમો શંખને પુરી રીતે હકારાત્મક બતાવે છે.

કહેવાય છે કે,શંખને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી.શંખનાદથી અનિષ્ટ શક્તિઓ દુર ભાગે છે.

શંખનાદથી આસપાસની ભૂમિમાં એક પ્રકારની હકારાત્મક ઊર્જા ફેલાતી હોવાની માન્યતા છે.શંખના અવાજથી ભૂમિ જાગૃત બને છે,તેમાં હકારાત્મકતા-ઊર્જા અને જાગૃતિ પ્રવર્તે છે.

આ રીતે થાય છે ગર્ભવતી સ્ત્રીઓને ફાયદો –

શંખમાં ભરેલા પાણીથી શાલિગ્રામનો અભિષેક કરવો અને બાદમાં એ ચરણજળ ગર્ભવતી સ્ત્રીને પીવડાવવાથી સ્ત્રીના ગર્ભનું બાળક તંદુરસ્ત અને વજનની કમી વિહીન જન્મે છે.દક્ષિણાવર્તી શંખમાં દૂધ લઇ તેના દ્વારા શાલિગ્રામનો અભિષેક કરી એ દૂધ નિ:સંતાન સ્ત્રીને પીવડાવવાથી નિ:સંતાનપણું દુર થઇ જવાની વાત છે.આની પાછળ વૈજ્ઞાનિક તથ્યોનો આધાર રહેલો હોવાનું પણ કહેવાય છે.

શંખનાદથી દુર થાય છે આ રોગો –

શંખનાદ કરવો શરીર માટે બહુ ફાયદાકારક છે.તેનાથી વિષમ કિટાણુઓનો નાશ થાય છે.અને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.એ સાથે જ તોતડાપણું હોય તો શંખ વગાડવાથી ઘણો ફાયદો થાય છે.યકૃતના રોગમાં શંખનાદથી રાહત થાય છે.ફેફસાં સક્ષમ બને છે.ઇન્ફ્લુન્જા જેવા રોગમાં પણ શંખનાદ રાહતદાયી છે.

આમ,શંખનાદ એ માત્ર માન્યતા કે આસ્થાનું પ્રતિક ન રહેતા ઊર્જા અને હકારાત્મકતા સહિત શરીર માટે ઔષધ રૂપ સાબિત થનાર એક પ્રબળ સાધન બની જાય છે.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here