“યે મેરે વતન કે લોગો….”આજે તો આ ગીતથી કોઇ ભારતીય અજાણ નહિ જ હોય.હિન્દુસ્તાનની હરેક ગલીમાં આ ગીતની ગુંજ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગુંજી ઉઠે છે.સદાકાળ અમર એવી આ રચના છે.જેને સાંભળતા જ ભારતવાસીઓના મનમાં રાષ્ટ્રવાદ,ખુમારી,શહિદો પ્રત્યે લાગણી અને આંસુની ધાર વહી નીકળે છે…!પણ આજે ઘણાં લોકો એ વાતથી અજાણ છે કે,આ સદાબહાર ગીત કેવા સંજોગોમાં,કેવી રીતે અને શા માટે લખાયેલું ! ચાલો જાણીએ આ ગીતના સંજોગો અને પરિસ્થિતીઓની માહિતી –

ઇ.સ.૧૯૬૨ની વાત છે.જ્યારે ભારત ચીન સામે ભૂંડી રીતે યુધ્ધમાં હાર્યું હતું.ચીનની સેનાએ કરેલા દગાથી ભારતીય સેનાની બહુ ખરાબ રીતે હાર થઇ હતી.જો કે,અનેક ભારતીય સૈનિકોએ લોહીની છેલ્લી બુંદ સુધી ઝઝુમીને શહિદી વહોરી હતી,પણ ભારતીય સેના આધુનીક હથિયારોના પાસાંમાં ચીનથી ટૂંકી પડી હતી.વળી,ચીનના હુમલાની કોઇએ સપનામાં પણ કલ્પના નહોતી કરી.

વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ “હિન્દી-ચીની ભાઇ ભાઇ”ની સમજૂતીઓ ઉપર આંધળો વિશ્વાસ કરીને ગંભીર ભૂલ કરી હતી.તેમણે ચીનને મિત્ર ભાવે લેખ્યું હતું અને ચીન કદી આ પ્રકારની ગુસ્તાખી ન કરે એવો તેમને પૂર્ણ વિશ્વાસ હતો…! આ વિશ્વાસ જ તેમને ભારે પડ્યો અને હજારો ભારતીય સૈનિકોની શહિદીનું કારણ બન્યો.ચીન સામેની હાર પછી પંડિત નહેરુના મન પર આની બહુ ઘેરી અસર થઇ હતી.અને કહેવાય છે કે,એમના અવસાન સુધી તેઓ આમાંથી બહાર નહોતા આવી શક્યા…!

નહેરુ ઉપરાંત પ્રત્યેક ભારતવાસીના મનમાં હતાશા વ્યાપી ગઇ હતી.જાણે ભારતીય સેના ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હોય…!સેનામાં પણ નિરાશા છવાયેલી હતી.હવે બધાંને આમાંથી બહાર લાવવા શી રીતે ? ભારતવાસીઓમાં ફરી નવો ઉત્સાહ,નવી ખુમારી કઇ રીતે લાવવી ? કઇ રીતે ભારતીય સેનામાં નવો પ્રાણ ફુંકવો ? ફરી એકવાર દેશને નવી ચેતનાના સમુદ્રમાં કેમ કરીને લાવવો ?

આ માટે જરૂર હતી એક એવા દેશભક્તિ ગીતની કે જે દરેક ભારતવાસીમાં ભરપુર રાષ્ટ્રવાદ જગાવી શકે…!ગર્વથી,ઉત્સાહથી,ખુમારીથી અને શહાદતથી…!દરેકના મનમાં ફરી એક અતુટ વિશ્વાસ,એક ભાઇચારો અને એક સબંધ ઉભો થાય.અને આવું એક અતુલ્ય દેશભક્તિ ગીત લખવાની જવાબદારી આવી એ વખતના જાણીતા હિન્દી સાહિત્યકાર કવિ પ્રદિપની ઉપર…!ચારેબાજુથી જાણે કવિ પ્રદિપની ઉપર માંગણીઓનો મારો વરસી પડ્યો.હવે તમે જ ચેતના ફુંકો આ હતાશામાં…! કોઇક એવું ગીત લખો જેને સાંભળતા દેશવાસીઓમાં ફરી એકવાર સક્રિયતાનો સંચાર થાય.કવિ પ્રદિપની ઉપર રાષ્ટ્રની એક મોટી “જવાબદારી” આવી પડી.

આ પછી એક દિવસ તેઓ મુંબઇના મહિમ બીચ ઉપર સમુદ્ર કિનારે ટહેલી રહ્યાં હતાં.અગાધ સમંદર તરફ મીટ માંડી રહેલી તેમની આંખોમાં પણ નિરાશાની ભાવના તો હતી.પણ જે મહાવીરો ચીન સામે પુરતા શસ્ત્ર વિના પણ અતુલ્ય પરાક્રમ બલ વડે શહિદ થયાં તેમના માટે શું ? મેજર શેતાનસિંહ જેવા પરમવીરોની કીર્તિ જ દેશની નિષ્ક્રિયતાને મારી ભગાવશે…!અને એ વખતે જ કવિ પ્રદિપના વિચારોમાં એક સર્વશ્રેષ્ઠ ગીતનું પ્રથમ મુખડું આકાર લેવા લાગ્યું.

હવે વાર લગાડાય તેમ નહોતી.પણ તેમની પાસે હાલમાં તો નહોતી પેન કે નહોતો કાગળ…! તેમણે તેમના સાથે આવેલા મિત્ર પાસેથી પેન માંગી.અને નીચે પડેલ સિગારેટનું ખાલી પેકેટ હાથમાં લીધું.પેકેટ ઉપરનું પ્લાસ્ટિકનું કવર કાઢી નાખ્યું અને એ પેકેટના કાગળ ઉપર પ્રથમ પંક્તિ લખી –

એ મેરે વતન કે લોગો,તુમ આંખમે ભરલો પાની
જો શહિદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની…!

ગીત લખાયું.અને પછી નવચેતના ફુંકવાનો અવસર આવી ગયો.પ્રખ્યાત સંગીતકાર સી.રામચંદ્રને આ ગીત માટે સંગીત આપ્યું.અને તેમના ગાયક તરીકે નક્કી થયાં હિન્દુસ્તાનની કોયલ તરીકે ઓળખાતા લત્તા મંગેશકર…!

૨૭ ફેબ્રુઆરી,૧૯૬૩ના દિવસે આ ગીત સર્વપ્રથમ વાર ગવાયું.દિલ્હીના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પચાસ હજારથી પણ વધારેની જનમેદની વચ્ચે…!પંડિત જવાહરલાલ નહેરુ પણ એ સ્થળે ઉપસ્થિત હતાં.લતા દીદીએ સુર છેડ્યા.હેયાની આહટને બહાર પ્રસારિત કરતો બેનમુન અવાજ અને એવા જ કવિ પ્રદિપના અમુલ્ય શબ્દો…!ગીતમાં ભાવના હતી આપણા અમર શહિદોના બલિદાન પ્રત્યેની…!એમની ફના થઇ ગયાની ભાવના પ્રત્યે લાગણીની,આંસુની…!

અને એ વખતે કોઇ એવું નહિ હોય જેમની આંખો આ ગીત સાંભળીને ભીની ન થઇ હોય…!પચાસ હજારની મેદનીની તો ઠીક પણ આખા દેશની જનતાની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં…!પંડિત નહેરુને તો જાણે આ ગીતના શબ્દે-શબ્દ કલેજાં પર ઘા કરી રહ્યાં હતાં…!તેઓ રોઇ પડેલાં.અને “એક-એકને દસકો મારા..” એ અંતરો તો જાણે કોઇ અદમ્ય શક્તિનો દ્યોતક હોય એમ પ્રત્યેક ભારતવાસીના મોઢે રહી ગયો.

કહી શકાય કે,આ ગીતે ભારતવાસઓમાં અને ભારતીય સેના પ્રત્યેના અભિગમમાં નવો પ્રાણ ફુંક્યો હતો.રામચંદ્રનના સંગીતનો પણ એમાં મહત્વનો ફાળો હતો.લતા મંગેશકરના સુરોનો કમાલ હતો અને શબ્દનો કમાલ હતો કવિ પ્રદિપનો ! જેને પ્રતાપે દેશમાં ફરી નવચેતના વ્યાપી હતી.કવિ પ્રદિપ તેમના આ ગીત માટે સદાયે અમર રહેવાના છે.તેઓ આ ગીતને લીધે ખરા અર્થમાં “રાષ્ટ્રકવિ” કહેવાને લાયક છે.”ઇસ મીટ્ટી સે તીલક કરો યે ધરતી હૈ બલિદાન કી…”જેવા ગીત પણ તેમણે લખ્યા છે.રાષ્ટ્રપ્રેમને કેવા શબ્દોમાં વ્યક્ત કરવો એ કલામાં તેઓ નિપુણ હતાં અને એ નિપુણતા એ માટે મળી કે તેઓ સાચા અર્થમાં “રાષ્ટ્રપ્રેમી” હતાં.હજારો વંદન એમને કે જેણે ભારતને આવા અમુલ્ય ગીતો આપ્યાં…!

માણીએ કવિ પ્રદિપના આ દેશભરમાં સંચાર પેદા કરનાર ગીતની એક ઝલક –

ऐ मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा
ये शुभ दिन है हम सब का, लहरा लो तिरंगा प्यारा
पर मत भूलो सीमा पर, वीरों ने है प्राण गंवाए
कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो
जो लौट के घर न आए, जो लौट के घर न आए। ..

ऐ मेरे वतन के लोगो, ज़रा आंख में भर लो पानी
जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी
ऐ मेरे वतन के लोगों ज़रा आंख में भर लो पानी
जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी
तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी
जो शहीद हुए हैं, उनकी, जरा याद करो कुरबानी…

जब घायल हुआ हिमालय, ख़तरे में पड़ी आज़ादी
जब तक थी सांस लड़े वो… जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी
संगीन पे धर कर माथा, सो गए अमर बलिदानी
जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी…

जब देश में थी दीवाली, वो खेल रहे थे होली
जब हम बैठे थे घरों में… जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली
थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी
जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी…

कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा,
कोई गुरखा कोई मदरासी, कोई गुरखा कोई मदरासी
सरहद पर मरनेवाला… सरहद पर मरनेवाला, हर वीर था भारतवासी
जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी
जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी…

थी खून से लथ – पथ काया, फिर भी बंदूक उठाके
दस – दस को एक ने मारा, फिर गिर गए होश गंवा के
जब अंत समय आया तो…. जब अंत-समय आया तो, कह गए के अब मरते हैं
खुश रहना देश के प्यारो… खुश रहना देश के प्यारो
अब हम तो सफ़र करते हैं।.. अब हम तो सफ़र करते हैं

क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी
जो शहीद हुए हैं उनकी, ज़रा याद करो कुरबानी
तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी
जो शहीद हुए हैं, उनकी जरा याद करो कुरबानी
जय हिंद, जय हिंद, जय हिंद की सेना… जय हिंद, जय हिंद, जय हिंद की सेना..
जय हिंद, जय हिंद जय हिंद, जय हिंद जय हिंद, जय हिंद…

મિત્રો તમે આ પોસ્ટ વાંચી જો તમને પસંદ આવી હોય તો 2 સારા શબ્દો લખી શેર કરજો જેથી અમારો આવા લખાણ લખવાનો ઉત્સાહ બની રહે. Jay Hind.

Writer : Kaushal Barad

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here