અજબ ગજબ ઇન્ટરવ્યૂ

અત્યારે સોશિયલ મીડિયા પર IAS,IPS અને IFC જેવી સિવિલ સર્વિસની એક્ઝામ માટેના ઇન્ટરવ્યુમાં પુછાતા ઘણા હેરતજનક સવાલો વાઇરલ થયા છે.ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને અત્યંત મહેનત માંગી લેતી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ બહુ મોટી વાત છે.

સારા રેન્ક સાથે આ એક્ઝામના માળખામાં આગળ વધતા વિદ્યાર્થીઓના સિલેક્શન વખતે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.જેમાં ઇન્ટરવ્યુ લેનાર તજજ્ઞો વડે સવાલો પૂછવામાં આવે છે.જે મુખ્યત્વે તો જે-તે વિષય સબંધી હોય છે.આમ તો ઇન્ટરવ્યુ સમયે બોડી લેન્ગવેજ,આઇ કોન્ટેક્ટ જેવી ઘણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.પણ ઇન્ટરવ્યુમાં ઘણીવાર તજ્જ્ઞો દ્વારા અમુક અજીબોગરીબ લાગતા પ્રશ્ન પણ પૂછવામાં આવે છે.જે સામાન્ય રીતે ઇન્ટરવ્યુ દેવા આવનાર વ્યક્તિની બુધ્ધિ કસોટી,વ્યવ્હારીકતા,કુશળતા અને હાજરજવાબીની કસોટી કરે છે.

આવા સવાલો મોટે ભાગે અણધાર્યાં અને અસ્વાભાવિક પણ હોય છે.આ સમયે વ્યક્તિની બુધ્ધિ કસોટીની પરખ થતી હોય છે.

સિવિલ સર્વિસના ઇન્ટરવ્યુમાં એક યુવતીને આવો એક સવાલ પૂછાયો હતો.જે ધુમ મચાવનાર બ્લોકબસ્ટર ફિલ્મ “બાહુબલી” પર આધારીત હતો.

ઉલ્લેખનીય છે કે,રાજસ્થાનમાં સિવિલ સેવા એક્ઝામની તૈયારી માટે “ઉત્કર્ષ ક્લાસીસ” ચાલે છે.જેમાં પરીક્ષાર્થીઓને એક્ઝામ માટેની તૈયારીઓ કરાવવામાં આવે છે.જેમાં ઇન્ટરવ્યુ માટે કેવી તૈયારી કરવી એ માટે થઇને ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ માટેના ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે.આ માટેની પ્રેક્ટિસમાં તજ્જ્ઞો દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.જેથી કરીને પરીક્ષાર્થીને ખ્યાલ આવી શકે ઇન્ટરવ્યુમાં પૂછાતા સવાલોનો.

આવા એક ઇન્ટરવ્યુમાં રાજસ્થાનના પાલીની રહેવાસી શિલ્પા સાંદુ બાહુબલી ફિલ્મના ડાયલોગ આધારિત એક સવાલ પૂછાયેલો.શિલ્પાનું ઇન્ટરવ્યુ લેનારામાં એક IAS,એક IPS અને એક તજ્જ્ઞ મનોવૈજ્ઞાનિક હતાં.

શિલ્પાને પૂછવામાં આવેલું કે,તમને બાહુબલી ફિલ્મનો ક્યો ફેમસ ડાયલોગ યાદ છે ?

જવાબમાં શિલ્પાએ “મેરા વચન હી મેરા શાસન” જવાબ આપેલો જે મહેન્દ્ર બાહુબલી ઉર્ફે પ્રભાસ દ્વારા બોલાયેલો હોય છે.ઇન્ટરવ્યુ લેનાર ફરી પૂછે છે કે,બીજો ક્યો ફેમસ ડાયલોગ તમને યાદ છે ?શિલ્પાને એ યાદ નહોતું.જેનો બાદમાં ઇન્ટરવ્યુ લેનારના કહેવાથી શિલ્પાને યાદ આવે છે જે ડાયલોગ હોય છે – “કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?”

જે ડાયલોગ પણ બહુ પ્રખ્યાત થયો હતો.ઇન્ટરવ્યુમાં આવા સવાલ પણ પૂછાય શકે એ ઉદ્દેશ્ય હતો આ કાર્યક્રમનો.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here