પરીક્ષાઓ ચાલી રહી છે,એવામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ચિંતા અને તણાવ જેવી પરિસ્થિતિ માંથી ગુજરી રહ્યા છે. પરીક્ષા ને લઈને તણાવ આવવો અને ગભરાહટ થવી એ સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિ ની તણાવ સહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિ એના માટે અલગ અલગ ઉપાયો શોધે છે. ક્યારેક ક્યારેક તો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ના આ તણાવ ને સહન કરવો ખુબજ અઘરું કામ થઈ જાય છે. પરીક્ષા માં આવતા તણાવ ના ઘણા કારણો હોય શકે છે જેવાકે ઘણો બધો સિલેબસ યાદ રાખવો પડે છે અને પરીક્ષા માં પૂછવામાં આવતા સવાલો માટે હંમેશા અનિશ્ચિતતા રહે છે. પરિવાર માં પણ તેના દીકરા કે દીકરી માં ઘણી પરીક્ષા ને લઈ ને આશાઓ હોય છે.આગળ સારા કોર્સ માં એડમિશન લેવા માટે પરીક્ષા માં સારા ગુણ લાવવા અનિવાર્ય બને છે.

પરીક્ષા દરમિયાન બાળકો ને અનુસરાવો આ 5 વાતો, વધશે મગજ ની શક્તિ અને ઓછો થશે તણાવ.

વિદ્યાર્થીઓ માં તણાવ ના કેટલાક લક્ષણો-

શારીરિક લક્ષણ : હૃદય ના ધબકારા વધવા, શ્વાસ લેવા માં મુશ્કેલી, ખુબજ વધારે પરસેવો આવવો, પેટમાં આંટી ચડવી, માથું દુખવું,મોઢું સુકાઈ જવું,બેહોશી/ચક્કર આવવા, ખુબજ વધારે ગરમી/ઠંડી લાગવી, ઊંઘ ન આવવી, થાક લાગવો,ખરાબ સપનાઓ આવવા,ભૂખ માં ઉણપ.

વ્યવહાર મા બદલાવ : બેચેની આવવી, વસ્તુ ઓ થી ભાગવાની કોશિશ કરવી,બીજા થી બચવાની કોશિશ કરવી, અધિરતા અનુભવવી, માદક દ્રવ્યો નું સેવન કરવું,પોતાને જ નુકસાન થાય એવો જોખમ ભર્યો વ્યવહાર કરવો.

ભાવનાત્મક લક્ષણ: રડવા/હસવાની ઈચ્છા, ગુસ્સો, અસહાય ની લાગણી અનુભવવી, ડર લાગવો,નિરાશા,ચીડચીડાપનું અને હતાશા અનુભવવી.

સંજ્ઞાતમક લક્ષણ : નકારાત્મક વિચાર,એકાગ્રતા અથવા યાદશક્તિ ઓછી થવી,કોઈપણ પ્રશ્ન ના ઉકેલ માં ડર અનુભવવો….

પરીક્ષા ના તણાવ ને કેવી રીતે ઓછો કરવો?

મોટેભાગે વિદ્યાર્થી ઓ ને એક વાત ની ચિંતા હોય છે કે ‘હું નાપાસ થયો’અથવા તો ‘મને કંઈ ન આવડ્યું તો’ એટલા માટે તમારા ભણતર માં સરખી રીતે ધ્યાન આપવું. જો તમારા મગજ માં આવા વિચારો આવતા રહેશે તો તમે ભણતર માં પૂરેપૂરું ધ્યાન નઈ આપી શકો.જો તમે પરીક્ષા ના તણાવ થી ચિંતાગ્રસ્ત હોય તો સૌપ્રથમ તમે ખુદ ને સમજાવવાની કોશિશ કરો કે આ એક જીવન ની એક અવસ્થા છે અને હંમેશ માટે આવુ નથી રહેવાનું.

પરીક્ષા ના તણાવ થી કેમ બચવું?..

અત્યારથી જ મહેનત કરવાનું ચાલુ કરવું,ફક્ત વિચારવાથી કશું જ થવાનું નથી. વિચારતા રહેવાથી તમારો તણાવ વધારે વધશે જેની અસર તમારી પરીક્ષા માં થશે. એટલા માટે જ વિચારવાનું છોડો અને ભણવાનું ચાલુ કરો. એવાં વિષયો ઉપર ધ્યાન આપો જેમાં તમારે વધારે મહેનત કરવી પડે એમ છે.

ટાઈમ ટેબલ બનાવો –

સમય અનુસાર ભણવાનું ચાલુ કરો અને વચ્ચે વચ્ચે બ્રેક પણ લઇ શકો છો.ટાઈમ ટેબલ અનુસાર ભણો. દર એક-બે કલાક પછી દસ મિનિટ નો વિરામ લો.

ગ્રુપ માં વાંચવું-

ગ્રુપમાં તૈયારી કરવાના ઘણા બધા ફાયદા છે.જો તમને કોઈ પ્રશ્ન કે સમસ્યા છે તો એકબીજા સાથે મળી ને તમે તેને હલ કરી શકો છો. તમારા નબળા ચેપટરો ઉપર વધારે ધ્યાન આપવું. નોટ્સ તૈયાર કરી ને એકબીજા સાથે શેર કરવી.

હરો ફરો અને વ્યાયામ કરો-

ઘણો સમય બેસી ને અધ્યન પછી વચ્ચે વચ્ચે વ્યાયામ પણ જરૂરી છે.એક્ટિવિટી વધારવાથી તણાવ ઓછો થાય છે.આ સમય દરમિયાન તમે દોડવું, ચાલવું, કુદવું, ડાન્સ કરવો, તરવું જેવા વ્યાયામ કરી શકો છો.

પોષ્ટીક આહાર લો-

પૌષ્ટિક આહાર તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તીખું તળેલું અને વધારે સાકર વાળો પદાર્થ ખાવાથી તણાવ માં વધારો થાય છે.એટલા માટે તાજા ફળો અને શાકભાજી , સારી ગુણવત્તા વાળું પ્રોટીન આપે છે તે તણાવ નો સામનો કરવા માટે ઉપયોગી છે.

પૂરતો આરામ કરો-

વિદ્યાર્થી ઓ ઘણી વાર આખી રાત બેસી ને વાંચ્યા કરે છે.તેનાથી તેની ઊંઘ પણ પુરી થતી નથી અને તણાવ વધે છે.પરીક્ષા દરમિયાન મગજ ના આરામ માટે 6-8 કલાક ની ઊંઘ જરૂરી છે.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here