હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે ૨૮ ડિસેમ્બર,૨૦૧૭ના રોજ મોડીરાતે મુંબઇના કમલા મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગેલી.જેમાં લગભગ ૧૪ જેટલાં હતભાગી લોકો માર્યા ગયેલા અને વીસથી વધુ ઘાયલ થયેલા.ભારતભરમાં આ ખબર પ્રત્યે લોકોએ મૃતકોને શ્રધ્ધાંજલી આપતા દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

આ દારૂણ ઘટના પછી ઘણી સેલિબ્રિટીઓ,રાજકારણીઓ અને અભિનેતાઓએ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી આ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી.

પણ સશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને આ ઘટનાને લઇને એકપણ ટ્વીટ નહોતી કરી.બીગ-બીએ અન્ય કોઇ પોસ્ટ પણ નહોતી કરી જે આ ઘટના સાથે સંકળાયેલ હોય.

આથી,તેમનો એક ફેન બહુ નારાજ થઇ ગયેલો.રોહિત બોરાડે નામનો અમિતાભ બચ્ચનનો પ્રશંસક બીગ-બીની કમલા રેસ્ટોરન્ટ ઘટના પરથી છુપ્પીને કારણે બીગ-બીથી નારાજ થયેલો.અને એમણે કડક શબ્દોમાં સોશિયલ મીડિયા પર પોતાની ફરીયાદ દર્જ કરેલી.

રોહિત બોરાડે નામના આ શખ્સે ફેસબુક પર એક પોસ્ટ કરી જેમાં લખવામાં આવેલું કે,”મુંબઇમાં રહીને પણ કોઇ દુર્ઘટનાના વિષયમાં ન તો કોઇ ટ્વીટ કરી કે ન કોઇ ફેસબુક પોસ્ટ,ના કોઇ સંવેદના વ્યક્ત કરી.પૈસો જ બધું નથી.હું હંમેશા આપનો ફેન રહીશ.”

ઉલ્લેખનીય છે કે,બીગ-બીના પ્રશંસકે કમલા મીલ દુર્ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની કોઇ જાતની પોસ્ટ ન જોતાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

અમિતાભ બચ્ચને આ પોસ્ટની નોંધ લીધી હતી અને પોતાના માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ એકાઉન્ટ ટ્વીટર પર તેમણે પોતાના ફેનની કમેન્ટનો જવાબ વાળ્યો હતો.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું હતું કે,

“તમે સાચું કહ્યું.નથી કરતો હું ટ્વીટ.કારણ કે અહીં ફક્ત સંવેદનાઓનો પ્રચાર થાય છે,સાચી સંવેદનાનો નહી.અહીં બતાવવામાં આવતી સંવેદના એ માત્ર દેખાવ છે.આ દુર્ઘટનામાં લોકો માટે કોઇએ શું કર્યું ?તમે જ કહો,તમે શું કરી શકો છો આ દુર્ઘટના માટે ?જ્યારે કાંઇક કરવાનું હોય છે તો હું કરું છું.અને એ કરતી વખતે તમને કે અન્ય કોઇને કહીશ નહી.કેમ કે એમ કરું તો એ પ્રચાર કહેવાશે,સંવેદના નહી.પૈસા સાથે તમારી વિચારધારાને ના જોડો.એવું કરીને તમે તમારી કમજોરી વ્યક્ત કરો છો.બાબૂજીની આ કવિતા વાંચો – ‘ક્યાં કરું સંવેદના લેકર તુમ્હારી ક્યાં કરું’…..”

આમ કહી બીગ-બીએ એમના પિતાજી અને હિન્દી સાહિત્યના જાણીતા કવિ હરીવંશરાય બચ્ચનની કવિતાનો ફોટો અપલોડ કરેલો.

ઘણાં લોકોએ બીગ-બીના આ રીપ્લાયને પસંદ કરેલો.અત્રે ઉલ્લેખનીય છે કે કમલા મિલની આગ પછી થયેલા ખુલાસામાં બહાર આવ્યું છે કે,મુંબઈની કમલા મિલ્સ સ્થિત પબમાં હુક્કાને કારણે આગ લાગી હતી. કમલા મિલ્સ અગ્નિકાંડ પર આવેલી ફાયર બ્રિગેડની રિપોર્ટમાં આનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોજો બિસ્ત્રોમાં હુક્કાને કારણે આગ લાગી હતી. રિપોર્ટમા બને પબમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હોવાની વાત સામે આવી છે.

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here