જીજીબાઈનું મંદિર

ભારત ખરેખર અજીબોગરીબ મંદિરો,માન્યતાઓ,પ્રથાઓ અને રિવાજોનો દેશ છે. કોઈ માણસ આપણને નાં ગમતો હોય તો આપણે તેના પર જુતાઓ અને ચપ્પલો ફેંકીએ છીએ. આવાં બનાવો ખાસ અક્રીને રાજનેતાઓ અને તેમનાં ભાષણો દરમિયાન છાશવારે બનતાં જ હોય છે. પણ ભગવાન કે માતાજી પર તો જૂતાં અને ચપ્પલો તો ફેંકી શકાતાં જ નથીને !!!ભગવાન કે માતાજીના પગરખાં તો અનેક સ્થળોએ પૂજાય છે. ભગવાન શ્રી રામનાં નાનાં ભાઈ ભરતે ભગવાન રામની જગ્યાએ એમની પાદુકા જ સિંહાસન પર રાખી હતી. પદચિન્હો અને પાદુકાઓ તો અનેક જગ્યાએ પૂજાય છે જેની આપણને ખબર છે જ.પણ માતાની મન્નત પૂરી થયાં બાદ એમેન ચપ્પલો અને સેન્ડલો ચઢાવવાનું ક્યાંય પણ સાંભળ્યું છે ખરું !!! આ કપોળકલ્પિત વાત નથી હોં આ સાચું છે. આવું પણ બને છે આપણા ભારતમાં. ભારતમાં એક મંદિર માતા જીજીબાઈનું એવું પણ છે જ્યાં ભેટ તરીકે સેન્ડલો અને ચપ્પલો ચઢાવવામાં આવે છે.

જીજીબાઈનું મંદિર – એક અનોખું મંદિર જ્યાં મન્નતો પૂરી થયાં બાદ માં દુર્ગાને ચઢાવાય છે ચપ્પલો અને સેન્ડલો

એમતો આપને મંદિરની બહાર જ ચપ્પલો અને સેન્ડલો કાઢીને જ અંદર પ્રવેશ કરતાં હોઈએ છીએ. ભગવાનની આસપાસ તો ઠીક મંદિર પરિસરમાં પણ જૂતાં પહેરીને ફરતાં નથી આપણે. પણ આ માં દુર્ગાનું જીજીબાઈનું મંદિર એવું છે જ્યાં માતાજીને ચપ્પલો અને સેન્ડલોની ભેટ ચઢાવાય છે !!!

સાંભળવામાં જ અણગમતી વાત એ નક્કર વાસ્તવિકતા છે. આ મંદિર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલું છે. એક પહાડી પર બનેલાં આ મંદિરમાં શ્રદ્ધાળુ પોતાની મન્નતો પૂરી થયાં બાદ ચપ્પલો ચઢાવે છે !!! આવી અનોખી પરંપરા વિષે પણ દરેકે જાણી લેવું જ જોઈએ ને !!!

નામ છે જીજીબાઈનું મંદિર. રાજધાની ભોપાલમાં એક નાનકડી પહાડી પર અનેલું માં દુર્ગાનું આ સિદ્ધદાત્રી પહાડવાળું મંદિર છે.જેને લોકો જીજીબાઈનું મંદિર કહે છે. દરઅસલ લગભગ ૧૮ વર્ષ પહેલાં અહીં અશોકનગરથી રહેવાં આવેલાં ઓમપ્રકાશ મહારાજે મૂર્તિ સ્થાપનાની સાથે શિવ-પાર્વતી વિવાહ કરાવ્યો હતો અને જાતેજ કન્યાદાન કર્યું હતું. ત્યારથી એ માં સિદ્ધદાત્રીને પોતાની બેટી માનીને પૂજા કરે છે અને સામાન્યજનની જેમ જ એમણે લાડ-પ્યાર કરે છે.

ક્યારેક ક્યારેક બે-ત્રણ કલાકમાં બદલવાં પડે છે કપડાં 

ઓમપ્રકાશ મહારાજ બતાવે છે કે લોકો અહીંયા મન્નતો માંગે છે અને પૂરી થયાં બાદ નવી ચપ્પલો ચઢાવે છે.ચપ્પલો સાથે સાથે ગરમીમાં ચશ્માં,ટોપી અને ઘડિયાલો પણ ચઢાવવામાં આવે છે. એક દીકરીની જેમ જ માં દુર્ગાની દેખભાળ કરવામાં આવે છે. ઘણી વાર આપણને એ આભાસ થાય છે કે દેવી એમને પહેરાવવામાં આવેલાં કપડાઓથી ખુશ નથી એટલે જ એમનાં કપડાં બે -ત્રણ કલાકમાં જ બદલવાં પડે છે !!!

વિદેશોથી આવે છે ચપ્પલો 

ઓમપ્રકાશ મહારાજ બતાવે છે કે જીજીબાઈ માતામાટે એમનાં ભક્તો વિદેશમાંથી પણ ચપ્પલો મોકલી ચુક્યા છે. મંદિરમાં રોજ આવવાંવાળાં લોકો વિદેશમાં જઈને વસ્યાં છે. ક્યારેક સિંગાપુરથી તો કયારેક પેરીસથી એમને માટે ચપ્પલો આવે છે. એક દિવસ ચપ્પલ ચઢાવ્યા પછી એને વહેંચી દેવામાં આવે છે.

જો કે આ રીવાજ ક્યારથી શરુ કરવામાં આવ્યો છે એ વિષે કોઈને જ કશી પુરતી જાણકારી નથી. પણ આ રીવાજ છે બહુજ અનોખો અને યુનિક. ભક્તોની આસ્થા જે પણ પ્રકારે વ્યક્ત થાય છે તો એ આસ્થાજ. માત્ર પ્રકારો જુદાં છે એટલું જ !!! આવાં રિવાજોથી જ ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે અને આગલા જતાં પણ સમૃદ્ધ બનતી જ રહેશે !!!

નમન છે માં દુર્ગાને !!!!

!! જય માં દુર્ગા !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here