શનિ પર્વત મુરૈના

શનિવારને હનુમાનજી અને શનિ દેવ સાથે બહુજ પુરાણો રિશ્તો છે. પેલી કહેવત છે ને કે — “આસમ્માનસે ટપકા ઔર ખજુરીમેં અટકા” બસ આવી જ કૈંક વાત હનુમાનજી અને શનિદેવ સાથે સંકળાયેલી છે. પણ આ વાતનો નક્કર પુરાવો પણ છે એટલે કપોલકલ્પિત સાબિત થઇ શકે એમ જ નથી . એ વાત પણ જાણી લઈએ આપણે!!!

મધ્યપ્રદેશમાં ગ્વાલિયરની નજીક એંતી ગામમાં શનિદેવનાં મંદીરનું દેશમાં વિશેષ મહત્વ છે. દેશના સૌથી પ્રાચીન ત્રેતાયુગીન શનિ મંદિરમાં પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રતિમા આસમાનમાંથી તૂટીને નીચે પડેલાં એક ઉલ્કાપિંડમાંથી નિર્મિત છે. જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી એવું માને છે કે શનિ પર્વત પર નિર્જન વનમાં સ્થાપિત હોવાનાં કારણે આ સ્થાન વિશેષ પ્રભાવશાળી છે. મહારાષ્ટ્રનાં શિંગણાપુર શનિ મંદિરમાં પ્રતિષ્ઠિત શનિ શિલા પણ આ જ શનિ પર્વત પરથી લાવવામાં આવી છે !!!

ત્રેતાયુગમાં આવીને વિરાજ્યા હતાં શનિદેવ

મનાય છે કે શનિશ્વરા સ્થિત શ્રી શનિદેવ મંદિરનું નિર્માણ રાજા વિક્રમાદિત્યે કરાવ્યું હતું. સિંધિયા શાસકો દ્વારા એનો જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યો. રિયાસતકાલીન દસ્તાવેજો પ્રમાણે ઇસવીસન ૧૮૦૮માં ગ્વાલિયરનાં તત્કાલીન મહારાજ દોલતરાવ સિંધિયાએ મંદિરની વ્યવસ્થા માટે જાગી લગાવી. તત્કાલીન શાસક જીવાજી રાવ સિંધિયાએ ઇસવીસન ૧૯૪૫માં જાગીર જપ્ત કરીને આ દેવસ્થાન ઔકાફ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ ગ્વાલિયરના પ્રબંધનમાં સોંપી દીધું. ત્યારથી આ દેવ સ્થાનનું પ્રબંધન ઔકાફ બોર્ડ (મધ્ય પ્રદેશ સરકાર અંતર્ગત )નાં પ્રબંધનમાં છે. વર્તમાનમાં એનું પ્રબંધન જિલ્લા પ્રશાસન મુરૈના દ્વારા કરવામાં આવે છે !!!

મહાબલી હનુમાનજીએ આહિયા મોકલ્યાં હતાં શનિદેવને

પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે બીજાં કેટલાંક દેવતાઓ સાથે રાવણે શનિદેવને પણ કેદકરી રાખ્યાં હતાં. જ્યારે હનુમાનજી લંકા જલાવવાની ફિરાકમાં હતાં તો શનિદેવે ઈશારો કરીને આગ્રહ કર્યો કે એમણે પણ એ આઝાદ કરી દે તો રાવણણો નાશ કરવામાં એ એમણે મદદગાર થશે.બજરંગબલીએ શનિદેવને રાવણની કેદમાંથી છોડાવ્યા તો એ એ વખતે દુર્બળ થી ચુક્યા હતાં. શનિદેવે એમને ફરીથી તકાત પામવા માટે સુરક્ષિત સ્થાન મેળવી આપવાનો અનુરોધ કર્યો. હનુમાનજીએ એમણે લંકામાંથી પ્રક્ષેપિત કર્યા તો શનિદેવ આ ક્ષેત્રમાં આવીને પ્રતિષ્ઠિત થઇ ગયાં. ત્યારથી આ ક્ષેત્ર શનિક્ષેત્રનાં નામથી વિખ્યાત થઇ ગયું . દેશભરમાંથી શ્રદ્ધાળુ ન્યાયના દેવતા પાસે ઇન્સાફની ગુહાર લગવવા માટે શનિશ્વરી અમાવસ્યાએ અહીંયા આવે છે. એમ કહેવાય છે કે લંકાથી પ્રસ્થાન કરતી વખતે શનિદેવની તિરછી નજરોના વારે ન સિર્ફ સોનાની લંકાને હનુમાનજી દ્વારા ખાકમાં મિલાવી દીધી , સાથે જ રાવણનો કૂળની સાથે વિનાશ કરાવીને શનિ ન્યાયને પ્રતિસ્થાપિત કર્યો !!!

આજે પણ મૌજુદ છે ઉલ્કાપાતનાં નિશાન

જયારે હનુમાનજીથી પ્રક્ષેપિત શનિદેવ અહીં આવીને પડયા તો ઉલ્કાપાત જેવું થઇ ગયું શિલાનાં રૂપમાં અહીં શનિદેવનાં પ્રતિષ્ઠત થવાથી એક મોટો ખાડો પડી ગયો. જેવો કે ઉલ્કા પડવાથી પડતો હોય છે.આ ખાડો આજે પણ મૌજૂદ છે.

શનિદેવના આગમનથી ક્ષેત્ર બની ગયું હતું લોહ પ્રધાન

શનિ ક્ષેત્રનાં તૌર પર મશહૂર આ ઈલાકમાં એ વખતે લોહ અયસ્ક પ્રચુર માત્રામાં જોવાં મળતી હતી. ઇતિહાસમાં પણ પ્રમાણ મળે છે કે ગ્વાલિયરની આસપાસ લોખંડનું ધાતુ કર્મ ભુજ મોટાં પાયે થતું હતું. આજે પણ અહીંના ભૂગર્ભમાં લોહ-અયસ્કની પ્રધાનતા છે !!!

આટલી પ્રાચીન જગ્યાઓ ભારતમાં બહુ જવલ્લેજ જોવાં મળે છે. નમન છે શનિદેવને !!!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here