ભારત નું એક માત્ર પૈસાદાર ગામ

Baldiya Village Kutch

આ વાત તો સ્વીસ બેંક અને અમેરિકા અને દુનિયાના બધાંજ અમીર દેશોને પાછળ પડી દેનારી છે ……. અરબો રૂપિયા અને એપણ કચ્છ જેવાં જિલ્લના એક નાનકડા ગામમાં …….. ભાઈ વાહ બહુ જ સરસ …….અદ્ભુત!!! ભુજ પાસેનું માધાપર ગામ વિષે તો મેં સાંભળ્યું હતું જ અરે એ જગ્યા તો મેં પણ જોઈ છે ….પણ આ એક નવું ગામ છે જેને વિષે કદાચ કોઈને ખબર નાં પણ હોય !! એ ગામની વાત કરવી છે મારે !!!

ગુજરાતની ચૂંટણી હમણા જ પતી….. એમાં લોકોનો આક્રોશ ગામડાના વિકાસ અને રોજોરોટીઅને પૈસા સંદર્ભે જ હતો. જે વાત તો બિલકુલ સાચી છે. ભારતના ગામડામાં રહેવાંવાળા વધારે પડતાં લોકો અતિ સામાન્ય પ્રકારની જિંદગી જીવે છે જેમની પાસે કાચા મકાન જ હોય છે અને એમણે ગરીબ લોકો માનવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં અને હમણાં હમણાં ગ્રામીણ પરિવેશની તસવીર ઝડપથી બદલાઈ રહી છે. એનું જ ઉદાહરણ બન્યું છે ગુજરાતનું એક નાનકડું ગામ જેનાં વિષે જાણીને દરેકજણ હેરાન થઇ જાય છે. આવું એટલા માટે થાય છે કે આ ગામમાં રહેનાર દરેક લોકો કરોડપતિ છે, એટલું જ નહીં આ ગામને કરોડપતિઓનું ગામ પણ કહેવાય છે !!!

આ ગામનું નામ બલ્દિયા છે જે ગુજરાતનાં કચ્છ જીલ્લમાં સ્થિત છે. આ ગામના લોકોનાં બેંકોનાં ખતમાં અરબો રૂપિયા જમા છે, સમૃદ્ધિની બાબતમાં આ ગામ દેશના અન્ય ગામ જ નહીં પણ ઘણા બધાં મોટાં અને સુવિકસિત શહેરોને પણ પાછળ છોડી દીધાં છે. બલ્દિયા ગુજરાતનું સૌથી ધનિક ગામ છે. આ ગામની સમૃદ્ધિનો અંદાજો અહિયાં બનેલી ચમચમાતી સડકો અને સુંદર ભાવનોથી જ લગાવી શકાય છે !!!

વિદેશ સુધી પણ ઘર અને સંપત્તિ ——

ગુજરાતના આ ગામમાં રહેવાંવાળાં લોકોની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ઘર ને સંપત્તિઓ છે . જ્યાંનાં અધિકતમ લોકોનાં ઘરમાં તાળાં જ વાગેલાં છે કારણકે એ લોકો પોતાનાં પરિવાર સાથે વિદેશોમાં આવીને વસ્યાં છે. અહીંયા પણ એમનાં ઘર,સંપત્તિ આદિ બધું જ છે !!! આ ગામની બેંકોમાં પાછલાં બે વર્ષમાં દોઢ હાજર કરોડ રૂપિયા જમા થયેલાં છે. આ સિવાય અહીં સ્થિત પોસ્ટ ઓફિસમાં ૫૦૦ કરોડથી વધુ પૈસા જમા છે !!!

ગામમાં આટલી બધી અને આધુનિક સુવિધાઓ 

બલ્દિયા જ નહીં પણ ગુજરાતના ભુજ શહેરની આસપાસ એવાં ઘણાં નાનકડા ગામો સ્થિત છે કે જેને કરોડપતિનું ગામ કહેવામાં આવે છે . માધાપર તો આપનુંકશાન જાણીતું જ છે !! બલ્દિયાથી થોડેક જ દુર સ્થિત માધાપુર ગામ પણ એની સમૃદ્ધિ માટે દુર-દુર સુધી મશહૂર છે. આ ગામમાં લગભગ ૯ બેન્કોની શાખાઓ હોવાનાં કારણે ડઝનોની સંખ્યામાં ATM છે !!!

Baldiya Village Kutch

માણસને નસીબ યારી આપતું હોય તો જગ્યાને બહુ મહત્વ ના અપાય …. પાસા સારી અને સાચી રીતે કમાઈ જ શકાય છે એકોઈ નાત-જાત કે ધર્મનો ઈજારો નથી એ વાત તો કચ્છે સાબિત કરી જ દીધી છે !!!

Baldiya Village Kutch

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here