ભારતની ૭ અજાયબીઓમાં ગણાય છે તેમાંનું એક આ મંદિર

ભારતમાં પ્રાણીઓ,પક્ષીઓ અને સરીસૃપો એ દેવ પણ છે અને ભગવાન અને દેવ-દેવીઓનાં વાહનો પણ છે. વિષ્ણુ ભગવાનને પ્રિય નાગ હતો શેષનાગ જે સદાય એમની સાથે જ રહેતો હતો. શંકર ભગવાનની સાથે પણ નાગ રહેતો હતો અને આપણે પણ નાગો-સાપોને આપણા તહેવારમાં પણ મહત્વ તો આપ્યું જ છે ને. આપણે નાગ પંચમી ઉજવીએ જ છીએ ને !!! પણ ભારતમાં એક મંદિર એવું પણ છે જેના પરિસરમાં ૩૦૦૦૦ સર્પ પ્રતિમાઓ છે જેની ગણના ભારતની ૭ અજાયબીઓમાં થાય છે. આવાં વિશિષ્ટ મંદિર વિષે જાણવાનું કુતુહલ તો દરેકને થાય જ ને વળી !!! તો એને વિષે પણ જાણી જ લઈએ !!!

સર્પ મંદિર -મન્નારશાલા – ભારતનાં ૭ આશ્ચર્યોમાં થાય છે એની ગણના ……..

મંદિર પરિસરમાં છે ૩૦૦૦૦ સર્પ પ્રતિમાઓ

એમ તો સાપોને સમર્પિત ભારતમાં અનેક મંદિરો છે પણ આમાં સૌથી પ્રસિદ્ધ છે મન્નારશાલાનું સ્નેક ટેમ્પલ (સર્પ મંદિર)!!! આ ટેમ્પલની ગણતરી ભારતનાં સાત આશ્ચર્યોમાં થાય છે.

મન્નારશાલા,આલાપુજ્હા (અલેપ્પી)થી માત્ર ૩૭ કિલોમીટરની દુરી પર છે. જે કેરળ રાજયમાં સ્થિત છે. અહીંયા પર નાગરાજ અને એની સંગીની નાગયક્ષીને સમર્પિત એક મંદિર છે. આ મંદિર ૧૬ એકરનાં ભૂભાગમાં ફેલાયેલું છે અને જાય પણ નજર નાંખો ત્યાં તમને સર્પોની જ પ્રતિમાઓ જ દેખાશે. જેમની સંખ્યા ૩૦૦૦૦ ઉપર બતાવવામાં આવે છે !!!

એક મિથક અનુસાર મહાભારતકાલમાં ખાંડવ નામક કોઈ વન પ્રદેશ હતો જેને જલાવી દેવામાં આવ્યો. પરંતુ એક હિસ્સો બચી ગયો હતો જયાં ત્યાંના સર્પો અને અન્ય જીવજંતુઓએ શરણ લીધી હતી.મન્નારશાલા એ જ જગ્યા છે ……..મંદિર પરિસરથી લાગેલું એક નમ્બુદિરીનું સાધારણ જ ખાનદાની ઘર (મના/ઈલ્લ્મ) છે. મંદિરનાં મૂળસ્થાનમાં પૂજા અર્ચના આદિનું કાર્ય ત્યાંના નમ્બુદિરી ઘરાનાની વહુ નિભાવે છે.એમણે ત્યાં બધાં અમ્મા કહીને સંબોધિત કરે છે !!! શાદી શુદા હોવાં ઉપરાંત પણ એ બ્રહ્મચર્યનું પાલન કરીને એ બીજાં પુજારી પરિવાર સાથે અલગ કમરામાં નિવાસ કરે છે.

એમ કહેવાય છે કે એ ખાનદાનની એક સ્ત્રી નિસંતાન હતી.એનાં આધેડ થયાં બાદ પણ એની પ્રાર્થનાથી વાસુકી પ્રસન્ન થયાં અને એની કોખમાંથી એક પાંચ માથાંવાળો નાગરાજ અને એક બાળકે જન્મ લીધો. એ નાગરાજની પ્રતિમા આ મંદીરમાં લાગેલી છે. અહીનો મહિમા એ છે કે નિ:સંતાન દંપતિ અહીંયા આવીને જો પ્રાર્થના કરે તો એમને સંતાનપ્રાપ્તિ થાય છે. એનાં માટે દંપતિએ મંદિરથી લાગેલાં તળાવ (બાવડી)માં નાહીને એજ ભીનાં કપડામાં જ દર્શન કરવાં જવાનું હોય છે. સાથે લઇ જવાનું હોય છે એક કાંસાનું પાત્ર જેનું મુખ પહોળું હોય છે. એને ત્યાં ઉરૂલી કહેવામાં આવે છે. એ ઉરૂલીને ઊંધું કરીને મૂકી દેવામાં આવે છે. સંતાનપ્રાપ્તિ અથવા મનોકામના પૂર્ણ થવાં પર લોકો પાછાં મંદિરમાં આવીને પોતાનાં દ્વારા રાખવામાં આવેલી ઉરૂલીને ઉઠાવીને સીધી કરીને રાખી દે છે અને એમાં ચઢાવા આદિ રાખી દેવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી બીજી પણ અનેક કિવદંતિઓ છે !!!

અધધધ આટલી બધી સાપની પ્રતિમાઓ ભાઈ વાહ !!! આ તો મનમોહક જ કહેવાય. કથા જે પણ હોય પણ સ્થાન અદભૂત ,અલૌકિક અને મનમોહક છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી જ. આવાં સ્થાનોએ એક વાર નહીં અનેકોવાર જવાય જ. બોલો ક્યારે જાઓ છો તે !!!!

!! જય સર્પ દેવા !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here