ચુડામણિ દેવી મંદિર

ચોરી કરવી એ તો પાપ છે એવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે. પણ એજ શાસ્ત્રો કે ધર્મ એ ચોરી કરવાને અનુમોદન આપે તો શું થાય? ચોરી કરવાથી પણ મનોકામના પૂરી થાય છે એવું તો ભાઈ ભારતમાં જ બને હો કે !!! ભારત આમેય અજબ પરંપરા અને માન્યતાઓનો દેશ છે એપણ સત્ય હકીકત જ છે. લોકો આવી માન્યતાઓમાં પણ મને છે એ જ આશ્ચર્યની વાત છે. જોકે એમાં કોઈની ધાર્મિક લાગણીઓ નથી દુભાતી એ જુદી વાત છે. લોકોનું ભલું કરવાં માટે જ આવી પરંપરાઓ અને માન્યતાઓ શરૂથી કે અને લોકો એને દિલથી માને છે અને પુરતી શ્રધ્ધાથી એનો સ્વીકાર પણ કરે છે. મંદિરમાં ચોરી કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ વાત આમ તો અરુચિકર લાગે પણ આ વાત એટલી જ સાચી છે. ઉત્તરાખંડમાં ચુડામણી મંદિરમાં મંદિરમાં ચોરી કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ વિષે પણ આજે આપને જાણી લઈએ !!!

માન્યતા છે કે આ મંદિરમાં ચોરી કરવાથી પૂરી થાય છે મનોકામના

કહેવાય છે કે ચોરી કરવી એ મહાપાપ છે અને આનાં પર જો કોઈ મંદિરમાં ચોરી કરે તો મામલો બિલકુલ એવોજ થાય જે કરેલું એ પણ લીમડા ભેગું ચડયુંએટલે કે મહાપાપ !!! દેવભૂમિ કહેવાતાં રાજ્ય ઉત્તરાખંડમાં ઘણાં પ્રાચીન મંદિરો છે. એમાંથી એક અનોખું મંદિર છે સિદ્ધપીઠ ચૂડામણિ દેવી મંદિર !!!

અહીંયા જોડાયેલી માન્યતા છે કે અહીં ચોરી કરવાથી દરેક માણસની મનોકામના પૂર્ણ થાય છે. રૂડકીનાં ચુડિયાલા ગામ સ્થિત પ્રાચીન સિદ્ધપીઠ ચૂડામણિ દેવી મંદિરમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખવાંવાળાં પતિ-પત્ની માથા ટેકવા આવે છે.

ચોરી કરવાની છે માન્યતા

માન્યતા છે કે જેમને પુત્રપ્રાપ્તિની અદમ્ય ઈચ્છા હોય છે એ જોડું જો આ મંદિરમાં આવીને માતાના ચરણોમાંથી લોકડા (લાકડીનો ગુડ્ડો)નોચોરી કરીને પોતાની સાથે લઇ જાય તો એમને પુત્રરત્ન પ્રાપ્ત થાય છે. એનાં પછી એ પુત્રની સાથે માતા-પિતા અહીંયા માથું ટેકવવા આવે છે. કહેવાય છે કે પુત્ર થવાથી ભંડારા કરવાની સાથે જ દંપતિ અષાઢ માસમાં લઇ ગયેલાં લોક્ડાની સાથે જ એક અન્ય લોકડા પણ પણ પોતાનાં પુત્રનાં હાથે ચઢાવ્વાનું નથી ભૂલતાં !!! ગામના લોકોનું કહેવું છે કે આ મંદિરનું નિર્માણ ઇસવીસન ૧૮૦૫માં લંઢૌરા રીયાસતના રાજાએ કરાવ્યું હતું !!!

કથા

એકવાર રાજા શિકાર કરવાં જંગલમાં આવ્યાં હતાં કે ઘૂમતા-ઘૂમતા એમણે એક માતાની પિંડીનાદર્શન થયાં. રાજાને કોઈ પુત્ર હતો નહીં. એટલાં માટે રાજાએ એજ સમયે માતા પાસે પુત્રપ્રાપ્તિની મન્નત માંગી. રાજાની ઈચ્છા પૂરી થવાં પર એમણે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. અહિં વિષે એવી પ્રચલિત કથા છે કે માતા સતીનાં પિતા રાજા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રિત ના કરવાથી નારાજ માતા સતીએ યજ્ઞમાં કૂદીને પોતાનો વિદ્વંસ કરી દીધો હતો.

ભગવાન શંકર જયારે માતા સતીનાં મૃત શરીરને લઈને જઇ રહ્યાં હતાં ત્યારે માતાનો ચૂડો આ ઘનઘોર જંગલમાં પડી ગયો હતો. જેનાં પછી અહીંયા માતાની પિંડી સ્થાપિત હોવાની સાથે જ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ પ્રાચીન સિદ્ધપીઠ મંદિર કાલાંતરથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં માતાનાં દર્શન કરવાં માટે શ્રદ્ધાળુ દૂરદરાજથી આવે છે. આ દિવસોમાં મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન પણ થાય છે.

વાઘ પણ રોજ જ આ પિંડી પર માથું ટેકવવા માટે આવતો હતો

જ્યાં આ મંદિર બનેલું છે પહેલાં ત્યાં ગાઢ જંગલ હતું.જ્યાં વાઘોનું સામ્રાજ્ય હતું. જ્યાં વાઘોનો અવાજ સંભળાતો હતો. પુરાણા જાણકારો એમ કહે છે કે માતાની પિંડી પર લગભગ રોજ વાઘ માથું ટેકવવા માટે આવતો હતો.

બાબા બનખંડીનું પણ છે ધામ

માતા ચૂડામણિનાં અતૂટ ભક્ત રહી ચુકેલાં બાબા બનખંડીનું પણ મંદિર પરિસરમાં સમાધિ સ્થળ છે.બતાવવામાં આવે છે કે બાબા બનખંડી મહાન ભક્ત એવં સંત હતાં. એમણે ઇસવીસન ૧૯૦૯માં સમાધિ લીધી હતી.

ચોરીથી પણ મનોકામના પૂરી કરનાર આ મંદિરરની માન્યતા માટે અને આવા સુંદર હિમાલયિક સ્થળે એકવાર તો અવશ્ય જ જવું રહ્યું !!!કુતુહલ જ માણસને સુંદર સ્થાનોએ લઇ જાય છે.

!! જય માં ચૂડામણિ !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here