લગ્નજીવન પછી માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે.માણસના જીવનનો સૌથી મહત્વનો આ સમયગાળો હોય છે.લગ્ન બાદ પતિ-પત્નીના સબંધોમાં રહેલી મિઠાશ માણસના જીવનને શાંતિ-સુખથી સમૃધ્ધ બનાવે છે.અને એક પરમ માંગલ્યમયી જીંદગી જીવવાનો આનંદ આપે છે.

પણ આજે ઘણા કિસ્સામાં એવું બને છે કે,લગ્ન પહેલાં બંને જણનો પ્રેમ ગાઢ હોય પણ લગ્ન પછી એકાદ-બે વર્ષમાં પ્રેમસબંધોમાં તિરાડ પડે છે.પતિ-પત્ની એકબીજાને નફરત કરવાની હદ સુધી પહોંચી શકે છે.જેને લીધે લગ્નજીવન ખારું ઝેર બની જાય છે.માણસનું મન બીજે ધરાર આકર્ષાય જાય છે.લગ્નજીવનમાં દરારના ઘણા કારણો હોઇ શકે છે.

પ્રથમ તો અમુક પારીવારીક કારણો જ જવાબદાર બની જાય છે.પતિ-પત્ની બંનેના સગાઓની,મા-બાપની ઇજ્જત કરવાનું ચુકી જાય છે જે માઠા પરિણામનું કારક તત્વ બની જાય છે.તદ્દોપરાંત જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર પણ કંઇક અંશે આ માટે જવાબદાર ઠરે છે.

આજે અમે જણાવી રહ્યાં છીએ અમુક એવા પ્રકારની ટીપ્સ જેના લીધે આપના લગ્નજીવનમાં હળવાશ આવશે,તનાવ દુર કરવાના વાંચો આ અમુક ઉપાયો –

લગ્નને સાત જન્મો નું બંધન માનવામાં આવે છે.દામ્પત્ય જીવન મા હંમેશા તાજગી બની રહે એના માટે આદર ,વિશ્વાસ અને પ્રેમ ની જરૂર રહે છે.જો પતિ-પત્નીમાં પ્રેમ હોય અને એકબીજા પર ભરોસો હોય તો મોટા માં મોટી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ શકે છે.ચાલો કેટલાક ઉપાયો વિશે જાણીએ જે આપણા સંબંધોમાં નવી ખુશીઓ  લાવી શકે છે.

કૌટુંબિક સદસ્યો સાથે હંમેશાં કુટુંબના વડાઓને પણ યોગ્ય માન આપો.ઘરમાં ચંદન અથવા જાસ્મીનના ધૂપ વાળી અગરબત્તીઓ રાખવી.બેડરૂમને હમેશા શણગારેલો રાખવો.ચોરસ અથવા લંબચોરસ રૂમ જ તમારા બેડરૂમ માટે ઉપયોગ કરો.આવા રૂમને કારણે પતિ-પત્ની વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેતો નથી.દંપતિને દક્ષિણ પૂર્વ દિશામાં ન સૂવું જોઈએ.ઊંઘ માટે લાકડાની પથારીનો ઉપયોગ કરવો જોઈએ.

બેડરૂમમાં દિવાલો પર હમેશા આછા રંગનો ઉપયોગ કરવો જોઈએ.લાલ રંગનો ઉપયોગ ન કરશો.
ફેંગશુઇમાં એવું માનવામાં આવે છે કે ઘોડાની મૂર્તિને ઘરમાં રાખવાથી,પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે.બેડરૂમ માં એકલા ઘોડા ની મૂર્તિ ન રાખવી અને એ પણ  ધ્યાનમાં રાખો કે ત્યાં ઘોડો લગામ સાથે ન હોવો જોઈએ

બેડરૂમમાં પ્રકાશ પથારીની પાછળ અથવા ડાબી બાજુથી આવવો જોઈએ.જો બેડરૂમમાં અરીસો હોય તો તેને દૂર કરો.નવદંપતી તેમના બેડરૂમમાં લવ બર્ડની મૂર્તિ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકે છે.તમે રૂમમાં તમારા લગ્નના ચિત્રો પણ મૂકી શકો છો.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here