1જેસલમેર – રાજસ્થાન

ભારત-પાકિસ્તાન બોર્ડર અને થાર રણ પાસે આવેલું રાજસ્થાનનું શહેર એટલે જેસલમેર. આમ જોવા જઈએ તો જેસલમેર નાનકડું શહેર છે, પરંતુ રાજસ્થાનના પ્રખ્યાત અને લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે.

2ગોલ્ડન સિટી

તમને લાગશે કે આ નાનકડા શહેરની મુલાકાત લઈને શું કરવાનું? પરંતુ અહીં તમને 2-3 દિવસ ગાળવાની સલાહ આપવામાં આવે છે. જેસલમેરને ગોલ્ડન સિટી કહેવામાં આવે છે. જેસલમેરની મુલાકાત લો તો આ પાંચ સ્થળોની ખાસ મુલાકાત લેજો.

3જેસલમેર ફોર્ટ

આ ફોર્ટને ‘લિવીંગ ફોર્ટ’ પણ કહી શકાય, કારણકે હજી પણ હજારો લોકો અહીં રહે છે. તમે ટુક-ટુકની મદદથી આ ફોર્ટની અંદર ફરી શકો છો. આ કિલ્લામાં લોકોના ઘરો, હોટેલ્સ, હવેલીઓ જોવા મળશે. અહીં તમને ચારેબાજુ સ્થાપત્ય અને ઈતિહાસની ઝાંખી જોવા મળશે.

4ગડીસર તળાવ

શિયાળામાં જો તમે જેસલમેર ગયા છો તો તમારી સવારની શરુઆત પ્રખ્યાત ગડીસર તળાવની મુલાકાત લઈને કરો. આ તળાવ જેસલમેર કિલ્લાથી એક કિલોમીટર જ દૂર છે. જેસલમેરના પહેલા રાજા રાજા રાવલ જેસલે આ તળાવ બંધાવ્યુ હતું. અનેક દશકાઓ સુધી આખા વિસ્તારના પાણીનો આ એકમાત્ર સ્ત્રોત હતો. તળાવના કિનારે ભગવાન કૃષ્ણ અને શિવના પ્રાચીન મંદિરો પણ છે.

5કલ્ચરલ પ્રોગ્રામ

જેસલમેર શહેર નાનું હોવાનો એક ફાયદો એ છે કે તમે ચાલીને અથવા ટુક-ટુકમાં બેસીને ઘણું બધુ એક્સપ્લોર કરી શકો છો. સૂર્યાસ્તના સમયે તમે થાર રણની બોર્ડર પર આવેલા સેન્ડ-ડ્યુન્સની મુલાકાત લઈ શકો છો. અહીં તમને ઘણાં બધા કેમ્પ્સ જોવા મળશે, જ્યાં કલ્ચરલ પર્ફોમન્સ ચાલતા હોય છે. અહીં તમે રાજસ્થાનના લોકલ સિંગર્સ, સંગીતકારોની કળા માણી શકો છો. આ સિવાય તમને અહીં લોકલ ફૂડ પણ મળી રહેશે.

6કેમ્પિંગનો અનુભવ

જો તમે સેમ સેન્ડ ડ્યુન્સ નથી જવા માંગતા તો ત્યાંથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા ખુરી સેન્ડ ડ્યુન્સની મુલાકાત લઈ શકો છો. અહીં તમને કેમ્પિંગનો લ્હાવો મળશે. અહીં તમે ખુલ્લા આકાશની નીચે, ઝગમગ થતા તારાઓને જોતા જોતા બોનફાયરની મજા લઈ શકો છો. શહેરોમાં રહેતા લોકો માટે તો આ જીવનનો યાદગાર અનુભવ બની જશે, કારણકે આવો નજારો તેમને ભાગ્યે જ જોવા મળતો હોય છે.

7સફારી

અને જો તમે એડવેન્ચરના શોખીન હોવ તો આ ચાન્સ મિસ કરવા જેવો નથી. અહીં તમે થાર રણમાં જીપ સફારીની મજા લઈ શકો છો. આ સફારીનો અનુભવ તમારી ટ્રિપનો સૌથી એડવેન્ચરસ અનુભવ હશે, કારણકે તમારી સફારી પતશે ત્યારે તમારા જીવમાં જીવ આવશે, તમારા ચહેરા પર, કપડા પર રેતીના કણો તમારા એડવેન્ચરના પુરાવા આપશે. આ સિવાય કેમલ સફારી કર કરી શકો છો.

8ફોટોગ્રાફી

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here