એક વૃદ્ધ સ્ત્રીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, : મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.

ફરજ બજાવતી કેશિયરે કહ્યું, : રૂ.૫૦૦૦ થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.

વૃદ્ધ સ્ત્રીએપૂછયું, : કેમ ?

બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી,: કેમ કે આ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો. આટલું કહી તેણે કાર્ડ વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.

વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી: મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે, શું તમે મને સહાય કરી શકો ?

જયારે કેશિયરે વૃદ્ધ સ્ત્રીના ખાતામાં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું, : માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે , અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ?

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ?

કેશિયરે જણાવ્યું, : તમે ત્રણ લાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો.

વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું.

કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી.

વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું.

કેશિયર દિગ્મૂઢ બની ગઈ.

કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિ નિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ.

કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.

જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે.

અહીં ક્લિક કરો : દિવ્યાંગ બાળક થી લાચાર બનેલી માતા એક કામ થી બની દેશ નુ ગૌરવ

અહીં ક્લિક કરો : ઐતિહાસિક પારનેરા ડુંગરના ત્રીમૂખી ચામુંડા માતાજી ની કહાની

અહીં ક્લિક કરો : આ રહસ્યમયી કિલ્લાના દરવાજામાંથી નિકળે છે લોહી

અહીં ક્લિક કરો : એક હોંકારે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં થયેલા ધરખમ ફેરફારો એવા પૂજ્ય મોરારીબાપુના જીવનની અજાણી અને રોચક ઘટનાઓ

અહીં ક્લિક કરો : હનુમાનજીને ચડાવાતા આંકડાનો આ રીતે કરો ઉપયોગ,દુર થશે અનેક ગંભીર બિમારીઓ

અહીં ક્લિક કરો : ઝડપી વજન ઉતારવા આ આસનો છે બેસ્ટ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here