શિવાની

બગીચામાં ખીલેલું ગુલાબનું ફૂલ કેટલું સુંદર લાગે છે, અનેક ફૂલોમાં જાણે એક અદમ્ય ઉત્સાહ લઈ ખીલ્યું હોય તેમ લાગે છે, પોતાની દરેક પાંખડીઓ ધીમે ધીમે પ્રસારી, એકબીજાનો સ્પર્શ કરતી જાણે પોતાની કોમળ કાયાનો અહેસાસ કરાવે છે. જાણે કુદરતનો એક નવો રંગ ફૂલમાં ઊગ્યો હોય તેમ લાગે છે. એક નિર્દોષ બાળકનાં મુખનું સુંદર સ્મિત આ ફૂલ જેવુ જ હોય છે. રમતું બાળક અચાનક રડવા લાગે અને આપણું દિલ અકળાવા લાગે તેમ અચાનક જ આ ફૂલ ને કોઈ હાથમાં લઈ નિર્દયતાથી ચોળી જમીન પર નાખી દે છે, અને પગ વડે કચડી નાખી પોતાની બહાદુરી નો અહેસાસ કરાવે ત્યારે કેવી કરુણા ઉત્પન્ન થાય છે. પોતાની આંખ સામે બનતી આ ઘટનામાં શિવાની પોતાના અતિત ને જોવે છે. હોસ્પિટલ ના બેડ પર સૂતેલી શિવાની પોતાના શરીરને જોવે છે, હાથ-પગ ની નબળાઈ, આંખોની નિરાશા અને શરીરમાં થતાં દુખાવા ને આજે તે એકલી જીવી રહી છે. પોતાની અસહ્ય પીડાને કોઈને ના કહી શકવાની લાચારી………

શિવાની ની આ હાલત જોઈ મારાથી બોલાઈ જ્વાઈ છે – “શું આ જ માણસની ભૂખ છે, જે નદી પોતાના શાંત પ્રવાહ માં વહેતી હતી તેને ગંદી કરવી તે જ માણસાઈ છે…………”

શિવાની સાથે મારી મુલાકાત હોસ્પીટલમાં થઈ હતી. તેની પીડા જોઈ તેને તસલ્લી આપવા અને તેના ગમ ને હળવું કરવા હું ઘણીવાર તેની મુલાકાત લેતી રહેતી. ધીમે – ધીમે હમારો પરિચય વધતો ગયો. પોતાના પરિવાર, માતા-પિતા અને ભાઈ-બહેનની ખૂબ જ ઉત્સાહથી વાત કરતી શિવાની આજે જ્યારે પોતાના પરિવારની વાત કરે છે તો જાણે ગળામાં એક ડુભો આવી જાય છે, તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે પોતાના પરિવારમાં સૌથી મોટી, પિતાની લાડલી અને ઘરની બધી જવાબદારી સહજતાથી સ્વીકારી લેનાર હતી. પણ મેં જેમ કહ્યું તેમ શિવાની આ દુનિયાનું નાજુક, સુંદર અને સુકોમળ ફૂલ હતું જેને આજે કોઈએ રસ્તા પર નાખી દીધું છે. શિવાની પોતાની વાત આગળ કહે છે……..

• * * *

દરરોજની જેમ તે દિવસે હું મારા સમય પ્રમાણે ૮ વાગ્યે ઓફિસે બધુ કામ પૂરું કરી ઘરે આવવા નીકળી. ઓફિસેથી મારું ઘર પાંચ-છ કિલોમીટર હતું. સીટીની બહાર આવેલી મારી ઓફિસના રસ્તે રાત્રે બહુ ઓછા લોકો જોવા મળે અને ઓફિસથી ઘર સુધીનો રસ્તો ખૂબ જ વિરાન હતો. પરંતુ આર્થિક તંગીને કારણે અને થોડો વધારે પગાર હોવાને લીધે મેં આ જોબ પસંદ કરી હતી. ૨૩ માર્ચ ના રોજ હું ઓફિસેથી નીકળી, અડધે પહોંચતા મારી સ્કૂટી બંધ પડી ગઈ, ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. શિયાળાની ઠંડીમાં થરથર ધુજતી હું એક અજાણ્યા ડર સાથે ઊભી હતી. તે દિવસે મારો મોબાઈલ પણ બંધ પડી ગયો હતો. બરાબર અધવચ્ચે હોવાથી ન હું ઘર તરફ જઈ શકું તેમ હતી કે ન ઓફિસ તરફ.
અચાનક જ ચાર-પાંચ લોકોએ પાછળથી આવી મને પકડી, મારા મોઢા પર ડૂચો માર્યો, મારા હાથ-પગ પકડ્યા, મને કમરેથી પકડી રાખી, હું બેબાકળી બની પોતાને છોડાવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ મારા પ્રયત્નો નિષ્ફળ ગયો. એમણે મને જે ઇરાદાથી પકડી હતી તે હું સમજી ગઈ હતી. એટલે મેં એક માણસના હાથમાં બટકું ભર્યું, તેને ધક્કો માર્યો, તે પાછળ ધકેલાઇ ગયો અને મને ત્યાંથી ભાગવાનો મોકકો મળી ગયો. હું અથડાતી-અથડાતી ભાંગી રહી હતી એ વિરાન અંધકારમાં, એ સડક પર……….

એક માણસ બોલ્યો – “ઊભી રહે ક્યાં ભાગ છો છમક્છ્લ્લો.”
“અમારાથી બચી ક્યાં જાય…..અહીં તને મદદ કરવા કોઈ નહિ આવે.”
“તારી જવાનીને ચાખવા અમે લોકો ભૂખ્યા છીએ…….અને ભૂખ્યા માણસ પોતાનો શિકાર કરી જ લે છે.”
મારા કાને પડતાં એ શબ્દો મારા ડર ને વધારી રહ્યા હતા. હું ભાંગી રહી છુ, હું ભાંગી રહી છુ……… ત્યાં અચાનક મારો પગ એક પત્થર સાથે અથડાયો ને હું જમીન પર પડી ગઈ. મારા પગમાંથી લોહી વહેવા લાગ્યું છતાં મેં ભાગવાનો પ્રયત્ન કર્યો પણ એ હવસખોરોએ મને પકડી લીધી. મને જમીન પર પછાડી, મારા બે હાથ પહોળા કરી દબાવ્યા, એકે મને તમાચો માર્યો, મારા મોઢામાંથી લોહી વહેવા લાગ્યું, કોઈએ મારી ચૂંદરી હાથમાં લઈ કહ્યું – “જ્યારે આમાં આટલી સુગંધ આવે છે રાણી! તો તને ચાખવામાં કેટલી મજા આવશે.”

મેં આજીજી કરી – “મને છોડી દો, મેં તમારું શું બગાડ્યું છે, મને છોડી દો……”
“છોડી દેશું તને, પેલા તને પૂરતી જોવા તો દે.”

કોઈ મુન્ના નામનાં માણસે કમરેથી મારા કપડાં ફાડયા, સલવાર ફાડી, મને અર્ધનગ્ન કરી દેવામાં આવી. ચીસો પાડતી, મદદ માટે પોકાર કરતી હું બસ નિસહાય અવસ્થામાં મારી સાથે બની રહેલી ઘટનાને જોઈ રહી હતી. એક માણસ પોતાના રાક્ષસી દાંત વડે મને ખાવા લાગ્યો. ત્યાં ઉભેલા ચાર-પાંચ હવસખોરોએ પોતાની ભૂખ મિટાવી. બેહોશીની હાલતમાં એ હવસખોરો મને સડક પર નાખી ચાલ્યા ગયા. જ્યારે મને સુધ્ધાં આવી ત્યારે હું હોસ્પીટલમાં હતી. રિપોર્ટ પરથી ડોકટર અને પોલીસને જાણ થઈ ગઈ હતી કે મારી સાથે બળાત્કાર થયો છે.

આ ઘટનાની જાણ પૂરા સમાજને થઈ ગઈ, પોલીસ કેસ થયો. પછી તો શું હતું……મીડિયા, પોલીસ, વકીલો અને અનેક સંસ્થાઓએ આ ઘટનાને હવા આપી. દરેકના મોઢા પર પ્રશ્નો હતા – “ક્યારે બની ઘટના? કોણ હતું? તેનો ચહેરો કેવો હતો? તેણે પોતાના પરિવારને ફોન કેમ ના કર્યો?” – આવા અનેક પ્રશ્નોની ભીડમાં હું ઘેરાયેલી હતી. પોલીસે ઘણા ગુનેગારોને મારી સામે ઊભા કર્યા, ઘણાંનાં ફોટા બતાવ્યા, તેમાંથી મેં એક ને ઓળખી લીધો. તેનું નામ મુન્નો હતું, જે એક બિઝનેસમેનનો દીકરો હતો.

પોલીસે મુન્નાને પકડયો, ન્યાયાલયની પહેલી તારીખ ૨૦ એપ્રિલ હતી. મુન્નાને હાજર કરવામાં આવ્યો. બંને પક્ષની દલીલો થવા લાગી. મને જુબાની દેવા માટે બોલવામાં આવી, સામા પક્ષના વકીલ દ્રારા વારંવાર બોલવામાં આવતો બળાત્કાર શબ્દ મારા કાને સંભળાતો હતો. મને લાગી રહ્યું હતું જાણે કે અહીં જાહેરમાં મારી સાથે આ શબ્દો દ્રારા બળાત્કાર કરવામાં આવી રહ્યો…….. તે દિવસની ન્યાયાલયની કાર્યવાહી પૂરી થઈ. આમ અનેક તારીખો મળવાને અંતે ત્રણ મહિના વીતી ગયા.

• * * *

આ બધી વાતો મને ન્યૂઝપેપર મારફતે જાણવા મળતી અથવા ખુદ શિવાનીનાં મોઢે જાણવા મળતી. શિવાનીનાં જખ્મ હજી રુઝાયા ના હતા. ગુપ્ત અંગોમાંથી હજી લોહી નીકળતું હતું. તે ના ખાઈ શક્તી હતી, નાં પીય શક્તી હતી, નાં બેઠી શક્તી હતી, નાં ચાલી શક્તી હતી, ના સૂઈ શક્તી હતી. ડોક્ટરો આવી ને માત્ર દવા આપી જતા…..ઇંઝેકશન આપતા….હું આજે પણ એ ૧૦ જૂન ની તારીખ નથી ભૂલી શક્તી જ્યારે શિવાની એ કોર્ટમાં જાહેરમાં કહ્યું હતું……..
“મારી સાથે બળાત્કાર શું થયો જાણે કે સમાજને એક રમત મળી ગઈ. બસ હવે હું થાકી ગઈ છુ મારા શરીરની પીડાથી અને તમારા શબ્દોથી…….હવે હું મુક્તિ માંગુ છું……….”

“મહેકનાં ચાહતી હેં હર કલી, ફૈલાના ચાહતી હેં અપની ખુશ્બુ,
મત હોને દો ઉસે બેજાન, ક્યોકિ હર કલી બનના ચાહતી હેં કિસીકી દુલ્હન.”
આમ કહી શિવાનીએ પોતાના માટે ભરેલું શીશીનું અમૃત પી લીધું……….

લેખક : માધવી આશરા

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here