એક કહાની …. (જગદીશ ને પ્રશના ની )

તારું કાંઈ નઈ થાઈ … હંસા બહેન હસતા હસતા જગદીશ ને કેહવા લાગ્યા, જગદીશ એ પણ સામે કીધું કે,  કાકી ઘણું થઈ શકે બસ નઝર ની વાત છે . આટલું કહી ને હસવા લાગ્યો .
હંસા બેન ને કાઈ સમજાયું નહી તો પણ ખોટું અટ્ટહાસ્ય મોઢા માંથી કાઢ્યું.

જગદીશ ત્યાં થી આગળ ચાલતો થયો….

હવે જગદીશ એ કિશોર ઝવેરી નો એક નો એક સંતાન ,અને હંસા બેન એ કિશોર ભાઈ  ઝવેરીના શોરૂમ માં 20 વર્ષ થી કામ કરતા પ્રતાપ પટેલ ના ધર્મપત્ની .

પ્રતાપ પટેલ ને કિશોર ઝવેરી ને નોકર માલિક કરતા દોસ્તી નો સબંધ ને દોસ્તી એ કોઈ પણ સગા કરતા વધુ , પ્રતાપ ભાઈ ને હંસા બેન ની એક દીકરી , નામ એનું પ્રશ્નના .

જગદીશ ની માતા એ નાનો હતો ત્યારે જ ગુજરી ગયા ,તેથી હંસા બેન એ કદી તેને મા ની કમી મહેસૂસ ન થવા દીધી , એટલે હંસા બેન પ્રતાપ પટેલ નો કિશોર ઝવેરી સાથે ખૂબ ગાઢ સબંધો બંધાય ગયા .

પ્રતાપ પટેલ ની દીકરી પ્રશના ને જગદીશ પણ એવા જ ગાઢ મિત્રો , બાળપણ માં જ જગદીશ બહુ સમજદાર બની ગયો હતો પણ પ્રશના માં આજ પણ કોઈક વખત એનું બાળપણ નજરે ચડતું .

જે જોતા એ એમ જ વિચારતા કે જગદીશ ને પ્રશના જરૂર થી મોટા થઈ ને લગ્ન કરશે , ને મોટા થાય બાદ પણ બધા એ જ વિચારતા કે આગળ જઇ બને એકબીજા સાથે જ પરણશે ,

પ્રશના ને જગદીશ એક જ કોલેજ માં ભણતા , પ્રશના ની બધી નાદાની , મસ્તી , શરારતો જગદીશ સાંભળી લેતો , બને જીગરી મિત્રો , તેથી એક દિવસ પ્રશના એ તેની મિત્રતા નિભાવી ને જગદીશ ને તેની અંગત વાત કહી ,
કે “જગદીશ હું પ્રેમ માં પડી ગઇ.. એ પણ પાગલો જેવો પ્રેમ.. .”…

આટલું સાંભળતા જગદીશ એ પણ આંખો બંધ કરી દીધી ને પોતા નું નામ સાંભળવા ની ચાહ બાંધી લીધી … અરે ચાહ શુ તે તો પાકે પાકો સ્યોર હતો કે પ્રશ્નના તેનું જ નામ લેશે ., પણ પ્રશના એ તો રોન કાઢી ,
તેને કહ્યું કે , પાગલો જેવો પ્રેમ કરું છું હું…મોહિત ને ….

આ સાંભળી ને જગદીશ તો આટલી હદે નિરાશ થયો કે કાંઈ બોલ્યા વગર ત્યાં થી નીકળી ગયો ,ને જ્યારે પ્રશના તેની ખ્યાલો માંથી બહાર આવી ને વાતો પુરી કરી પાછળ જોયું તો કોઈ ન દેખાયું …. એ પણ વિચારતી રહી ગઈ કે જગદીશ આમ અચાનક ગાયબ ક્યાં થઈ ગયો …..

હવે આવ્યો જગદીશ ના જીવન નો એવો વળાંક , જેની સાથે જીવન વીતવા ના સપના જોવા હતા , હવે તેની મદદ કરવી પડશે કે એ બીજા સાથે જગદીશ એ જોયેલ સપના પુરા કરે ,,…. પ્રશના એમ ઇચ્છતી હતી કે જગદીશ તેના માતા પિતા ને મનાવે … અને જગદીશ એ એની દોસ્તી નિભાવી ને પ્રશના ના માતા પિતા ને મનાવ્યાં પણ ખરા, પહેલા તેઓ નારાજ થયા પણ જગદીશ ના અને પ્રશના ના ખૂબ કેહવા પર માની ગયા .

પ્રશના અને મોહિત ના લગ્ન પણ થઈ ગયા ને બને બહુ ખુશ રહેવા લાગ્યા , … પણ વાત એવી છે ને કે જોડી તો ઉપર થી બની ને આવે છે . અને આપણા કોઈ ની ત્રેવડ બાર ની વસ્તુ છે કે આપણે કોઈ એ  જોડી તોડી દઈએ .. જગદીશ ને પ્રશના ની જોડી ઉપર થી લખાઈ ને આવી હતી , ને મોહિત વિના વાંકે વિના ઇરાદે આમ વચ્ચે આવી ગયો …
બને પ્રશ્નના અને મોહિત વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયા , વાતે વાતે ઝઘડવું , રડવું , વગેરે વગેરે …

અંતે બંને સમજૂતી થી અલગ થઈ ગયા ….,,હવે પ્રશ્ન હંસાબેન ને પ્રતાપ પટેલ એટલે કે તેના માતાપિતા પાસે પાછી આવી ગઈ , પણ દુનિયા ની વાતો પ્રશના ને હેરાન કરવા લાગી …. પ્રશના ના થોડી શાંત બની ગઈ, બીજા ને પાગલ બનાવી દેતી પ્રશના ને આમ જોઈ ને જગદીશ પણ દુઃખી થઈ ગયો , હવે તે પ્રશના ને હસવા ને પાછી પેહલા જેવી કરવા માટે , પેહલા જેવી પ્રશના ની સાથે કરતો એ રીતે હસી મજાક..વાળું વર્તન કરવા લાગ્યો , પ્રશના પણ તેનો સાથ માણવા માંડી , પણ શાયદ કંઈક રોકતું હતું , પણ જગદીશ એ કોશિશ ન છોડી ,

એક વખત કિશોર ઝવેરી એ નાનો એવો ગેટટુગેધર રાખ્યો હતો ત્યાં પ્રશના પણ આવી ને આવતા ની સાથે જ લાગણી ના નામે વાતું જાણવા ની વૃત્તિ ધરાવતા લોકો પહોંચી ગયા , પ્રશના એ તો પેહલા જવાબ આપી લોકો ના મોઢા બંધ કરવા ની કોશિશ કરી પણ … નાકામ રહી .

ત્યારે જગદીશ આવ્યો ને કેહવા લાગ્યો કે , આપણે આવા લોકો થી દુર રહેવું જોઈએ જે શરમ ના માર્યે ખોટા રિલેશનશીપ માં નથી રઈ  શકતા , આવા લોકો પોતા ની જાત ને શુ સમજે છે કે બહાર નીકળી ને આપણે અને આપણો સમાજ એને કાઈ નહી કહે , આવું થોડું ચાલે , જે હોઈ તે જેવું મળ્યું હોઈ એમ ધરાળ થી એડજેસ્ટ થવું જ પડે , પછી ભલે ને બેય જાણ સંમતિ થી છુટા પાડવા માંગતા હોય , પણ તોયે ખાસ કરી ને છોકરીઓ એ તો આવું થાયા પછી ઘર માં ગળી ને બેસી જ રહેવું જોઈએ આમ કાઈ થોડું હરતું ફરતું રહેવાય … કેમ સાચું કીધું કે નહી મેં?…,પંચાત કરતા લોકો સામે જોઈ જગદીશ બોલ્યો.

આટલું સાંભળતા બધા પંચાત કરવા વારા લોકો ગાયબ થઈ ગયા ને , હંસા કાકી એ જગદીશ ના ખભા પર હાથ રાખી બોલ્યા  ,થેન્ક યુ બેટા.

ત્યારે તેની આંખો ભીની થઇ ગઇ ને સાથે સાથે કહ્યું કે , તું જેટલું અમારા માટે કરે છે એટલું તો કોઈ આપણું હોઈ ને તો પણ કરતા પહેલા વિચારે … પણ તું….
જગદીશ એ તેમને વચ્ચે જ રોકી ને કહ્યું કે , હંસા …. i hate tears …. આઈ હેટ ટીઅર્સ ….

ને હંસા કાકી હસી ને બોલ્યા કે ,તારું તો કાંઈ નહીં થાય.
ને જગદીશ એ જવાબ આપ્યો કે કાકી ઘણું થઈ શકે બસ નજર ની વાત છે … જુઓ.. કહી ને ચાલ્યો ગયો.

તેને બધા વચ્ચે પ્રશના ને ગોઠણ પર બેસી ગુલાબ દઈ ને પ્રપોઝ કરી….. બધા તો બસ જોતા જ રહી ગયા ,ને પ્રશના તો ચોંકી ઉઠી ,અને  હંસા બેન પ્રતાપ પટેલ ને કિશોર ઝવેરી પણ જોતા રહી ગયા ….

એ બધા લોકો એમ જ ઇચ્છતા હતા કે પ્રશના હા પાડી દે…  અને પ્રશના એ હા જ પાડી … એ પણ જગદીશ ના પ્રેમ ને સમજી તેની પોતાના તરફ ની લાગણી ને ચિંતા જોઈ .. પ્રશના તેના પર મોહિત થઈ ગઈ…..

હવે ફરી એક વાર પ્રશના , જગદીશ એમનો દોસ્તી ને પ્રેમ … સાથે પ્રશના નું મસ્તી મઝાક ને બાળપણ વારું સ્વરૂપ બધા ને પાછું જોવા મળ્યું….

લેખિકા : મેઘા ગોકાણી

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here