કેરીની સીઝન આવી ગઈ છે તો ઘરે બનાવો કાચી કેરી – ફુદીના નું જ્યુસ જે ગરમી માં તડકા માં ભરપૂર એનર્જી આપે છે.

જરૂરી સામગ્રી – Ingredients  for Mango delite

૧/૨ કપ પાણી
૧/૩ કપ ખાંડ
૧ કપ સમારેલી કાચી કેરી
૧/૪ કપ ફ્રેશ પુદીના ના પાન
૧/૨ કપ ક્રશ કરેલ બરફ
૧ કપ પાણી
૨ ટેબલ સ્પૂન ક્રશ કરેલ બરફ

બનાવવા ની રીત – How to make Mango delite

એક નોનસ્ટીક પેનમાં પાણી અને ખાંડ નાખી શુગરને ઓગળવા દેવી. હવે તેમાં કાચી કેરી નાખીને ૪ થી ૫ મિનીટ સુધી કુક થવા દેવું. પછી આને થોડું ઠંડુ થવા દેવું. ત્યારબાદ આ મિશ્રણને મિક્સરના બોક્સમાં નાખીને તેમાં પુદીના ના પાન નાખીને સારી રીતે ગ્રાઈન્ડ કરી લેવી.

હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢવું. જો તમારે પુદીના નો વધારે ટેસ્ટ જોઈએ તો બાઉલમાં થોડા પુદીના ના પાન, ક્રશ કરેલ બરફ અને પાણી નાખવું. હવે બાઉલમાં બ્લેન્ડર ફેરવવું. તો તૈયાર છે મીંટનું ડ્રીંક. ત્યારબાદ ગ્લાસમાં ૨ ટેબલ સ્પૂન ક્રશ કરેલ બરફ નાખવો. હવે આની ઉપર લેયર કરવા માટે અડધો ગ્લાસ મીંટનું ડ્રીંક નાખવું. હવે ફરીવાર ગ્લાસમાં ક્રશ કરેલ બરફ નાખો. તૈયાર છે મેંગો ડીલાઈટ ડ્રીંક્સ.

 

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here