વિશ્વમાં એવા ઘણા પુરાણા કિલ્લાઓ છે જેની આસપાસ રહસ્યના તાંતણાં ગુંથાયેલા છે.ભારતનો પણ એમાં સમાવેશ થાય છે.પુરાણા સમયના જર્જરીત કિલ્લાઓ હજીયે ભારતની ભૂમિ પર ઉભા છે.અમુક કિલ્લાઓ ઇતિહાસની વિરાસત સમાન ઝળહળે છે તો અમુકમાં એવા રહસ્યમય બનાવો બને છે કે જેની પાછળના કારણો ખુબ સંશોધન બાદ પણ શોધી શકાતા નથી!માન્યતાઓ પ્રમાણે ઇતિહાસમાં બનેલી કોઇ ગોઝારી ઘટનાઓ સાક્ષી રહી ચુકેલો કિલ્લો શાપિત પણ હોય છે.

આજે તમને જણાવી રહ્યાં છીએ એક એવા કિલ્લા વિશે જેમાં ઘેરાયેલું રહસ્ય ભલભલાને ચોંકાવી મુકનારું છે.અને જેનું પ્રમાણ પુરાણકાળની કથાઓમાં પણ મળે છે.

વાત છે મધ્ય ભારતમાં આવેલ ચંબલની જોરાવર ખીણોની મધ્યે સ્થિત અટેરના કિલ્લાની.જેની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે.આ કિલ્લો અંદાજે ૩૫૦ વર્ષ પુરાણો હોવાનું કહેવાય છે.જેનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ થયેલો હોવાનું કહેવાય છે.

આ કિલ્લાની સાથે ખજાના સહિતની અનેક તિલસ્મી બાબતો સંકળાયેલી છે.અનેક રહસ્યોનો પોતાની અંદર ધરબીને અટેરનો કિલ્લો વિરાસતની જેમ ઉભો છે.અહીં સદીઓ સુધી ભદાવર રાજાઓએ શાસન કરેલું.મહાભારતમાં ઉલ્લેખ કરાયેલ દેવગિરિની પહાડીઓ પર આ કિલ્લો ઉભો છે.જેનું મુળ નામ “દેવગિરિ દુર્ગ” છે.

ખુની દરવાજામાંથી ટપકે છે લોહી –

કિલ્લાનું સૌથી ચર્ચિત રહસ્યમયી પાસું છે અહીંનો “ખુની દરવાજો”.આ દરવાજાનો રંગ લાલ છે.આ દરવાજા ઉપર એ સ્થાનની નિશાની આજે પણ છે,જ્યાંથી લોહી ટપકતું હતું!કહેવાય છે કે,દરવાજા ઉપર ઘેટાંનું ધડ કાપીને લટકાવવામાં આવતું.

આ હતું આની પાછળનું ખાસ કારણ –

કહેવાય છે કે,અહીંના ભદાવર વંશના રાજાઓ લાલ પથ્થર બનેલા આ દરવાજા પર ઘેટાંનું ધડ કાપીને રાખી દેતાં,દરવાજાની નીચે એક કટોરો રાખવામાં આવતો.કટોરામાં લોહી ટપકતું.ગુપ્તચર આ લોહીનું તિલક કર્યાં બાદ જ રાજાને મળવાં જઇ શકતો.આમ આદમીને આ બાબતની જાણકારી નહોતી!આમ,આ બહાને સુરક્ષાનો કડક બંદોબસ્ત થતો.

કહેવાય છે કે,ઇ.સ.૧૬૬૪માં ભદાવર રાજા બદનસિંહે આ કિલ્લાનું નિર્માણ કરાવેલ.મધ્યપ્રદેશના ભિંડ જીલ્લામાં આવેલ આ કિલ્લો ચંબલની નદીને કિનારે ઉભો છે.આ કિલ્લો ભદાવર રાજાઓના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પુરે છે.હિંદુ અને મુઘલ બાંધકામનો તે બેજોડ નમુનો છે.

ખજાનાની લાલચે વિરાસતને કરી વેરણ –

અટેરના આ ભવ્ય કિલ્લાની બરબાદી અહીંના રહેવાસીઓએ જ નોતરી છે.લોકોની ધારણા હતી કે,અહીં ખજાનો છૂપાયેલો છે.અને તેની લાલચમાં કિલ્લાની ભીંતો ને ભોંયતળીયા ખોતરી નાખ્યાં!જેને લીધે આજે દુર્ગની ઇમારત જર્જરિત થઇ ચુકી છે.

ઇતિહાસ જાળવણીની વસ્તુ છે,સ્વાર્થ માટેના ખતારાની નહી એ વાત હજી પણ અમુક લોકોને સમજવાની જરૂર છે…!

OLYMPUS DIGITAL CAMERA

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here