ગુંદરમાં છે અનેક ઔષધીય ગુણ

કોઈ ઝાડના થડ પર ચીરો મૂકવામાં આવે તો તેમાંથી રસ કે સ્રાવ નીકળે છે. આ સ્રાવ સૂકાઈ જાય તો તે ભૂખરો અને કડક થઈ જાય છે. આ સૂકાઈ ગયેલા સ્રાવને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. દવા, ગોળી કે વટી બનાવવામાં પણ ગુંદરનો ઉપયોગ થાય છે. તે પાવડરની બાઈંડિંગ માટે પણ વપરાય છે.

વિવિધ પ્રકારના ગુંદરઃ

બાવળનો ગુંદર સૌથી વધુ પૌષ્ટિક હોય છે અને ખાન પાનમાં સૌથી વધુ ઉપયોગમાં તે જ લેવાય છે. આ ગુંદરના લાડુ પણ બનાવવામાં આવે છે. લીમડાનો ગુંદર રક્તનું પરિભ્રમણ વધારે છે. તે સ્ફૂર્તિદાયક પદાર્થ છે. તેમાં લીમડા જેવા જ ઔષધિય ગુણો હોય છે. એ જ રીતે પલાશનો ગુંદર હાડકાને મજબૂત કરે છે. ખાંડવાળા દૂધ કે આમળાના રસ સાથે 1થી 3 ગ્રામ ગુંદર લેવાથી વીર્ય વૃદ્ધિ થાય છે અને શરીર પુષ્ટ બને છે.

રોગપ્રતિકારક શક્તિ વધેઃ

સવારે સવારે ગુંદરના એક-બે લાડુ ખાઈને દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

હૃદયરોગનું જોખમ ઘટેઃ

ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ફાયદાકારકઃ

ગુંદરના લડ્ડુ સ્તનપાન કરાવતી મહિલાઓને પરંપરાગત રીતે ખવડાવામાં આવે છે. તેનાથી દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલા બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક ઘટકો મળે છે.

ગર્ભવતી મહિલાઓને લાભઃ

ગર્ભવતી સ્ત્રીઓ માટે ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે. તે કરોડરજ્જુના હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

આ ચીજો મિક્સ કરી શકોઃ

ગુંદરમાં તમે પંજરી મિક્સ કરી ખાઈ શકો. આ ઉપરાંત નારિયેળનું છીણ, સૂકા ખજૂર, ખસખસના દાણા અને બદામને પણ ગુંદર સાથે ઘીમાં શેકી લાડુ બનાવી શકાય છે.

ચિક્કી અને લાડુઃ

તમે ઈચ્છો તો ગુંદરની ચિક્કી કે લાડુ બનાવી શકો છો. ખાસ કરીને શિયાળામાં ગુંદરની આ વાનગીઓ ખાવાથી વિશેષ લાભ થાય છે.

આટલુ ધ્યાન રાખોઃ

ગુંદર તળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે બળી ન જાય અને વધારે પડતો બ્રાઉન ન થઈ જાય. આમ થવાથી તેનો સ્વાદ કડવો થઈ જાય છે.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here