ડાયાબિટીસ અર્થાત્ મધુપ્રમેહ નો ઘરેલુ ઉપચાર

diabetes

ડાયાબિટીસ અર્થાત્ મધુપ્રમેહ એક એવી બિમારી છે જે ધીરે ધીરે આપણા શરીરના લોહીને પ્રદૂષિત કરી નાખે છે. લોહીની અંદર રહેલા શ્વેતકણ નિષ્ક્રિય બને છે,અને પછી રોગ પ્રતિકારક શક્તિમાં ધરખમ ઘટાડો થઇ જાય છે. મતલબ કે પછી ગમે ત્યારે ગમે તે બિમારી આપણા શરીરનો ભરડો લઇ શકે છે.

લોકો સુગર લેવલને નિયંત્રિત કરવા માટે દવા લે છે અથવા તો ઇન્સ્યુલિન પર નિર્ભર રહે છે. પણ એનાથી ડાયાબિટીસ હંમેશા માટે નષ્ટ નથી થતી અને એવુ થતું હોત તો આજે ડાયાબિટીસને લીધે મોત થાત જ નહી…!

diabetes

પણ ઘરેલું આયુર્વેદમાં એક એવો નુસ્ખો છે જે ડાયાબિટીસ ને ભગાવી શકે …! હાં,હાથવગી અને રોજિંદા વપરાશની ચીજો નોજ એમાં ઉપયોગ કરવાનો છે.બસ માત્ર ત્રણ મહિના માટે કાયમ…!

આ માટે રામબાણ ઈલાજ છે : ત્રિફળા અને મેથી ! પહેલા ત્રિફળા વિશે માહિતી જાણી લો –

ત્રિફળાનું સેવન :

ત્રિફળા અર્થાત્ ત્રણ ફળ.આ ત્રણ ફળ છે હરડે,આમળા અને બહેડા.આ ત્રણેનું મિશ્ર ચૂર્ણ એટલે ત્રિફળા ! ત્રિફળા અનેક નાના-મોટા રોગોમાં હિતાવહ છે.અહિં આપ આ ચૂર્ણ બનાવવાની પધ્ધતિ પણ જાણી જ લો –

diabetes

હરડે મોટી લેવી,બહેડા નવા લેવા,આમળા મોટા પસંદ કરવા. આ ત્રણેય વસ્તુઓને છાંયે સૂકવીને તેનું ચૂર્ણ બનાવી કપડાથી ગળી લો અને આ ચૂર્ણ બરણીમાં ભરી લેવું.આ સિવાય તમે બજારમાં મળતાં ત્રિફળા ચૂર્ણનું પણ સેવન કરી શકો છો.પણ તેની ગુણવત્તા સારી હોવી જોઈએ.

જોકે ઉત્તમ ગુણો માટે એક ભાગ હરડે,બે ભાગ બહેડા અને ત્રણ ભાગ આમળાનું ચૂર્ણ મિક્સ કરવું.બાકી,વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આ ત્રણેય ચીજોના પ્રમાણમાં વધઘટ કરવાથી આ ચૂર્ણની વધુ અક્સિર અસર મેળવી શકાય છે.

diabetes

ત્રિફળા આપણે ત્યાં પેટની કોઈપણ બિમારીને દુર કરવા માટે લોહી શુધ્ધ કરવા માટે અથવા શરીરની ગંદકી બહાર કરવા માટે, લોહી શુધ્ધ કરવા માટે અથવા શરીરની ગંદકી બહાર કર

વા માટે જાણીતું છે પણ એના વડે ડાયાબિટીસ પણ દૂર થઈ શકે છે….!

એના માટે દરરોજ રાતે ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી ત્રિફલાનું ચૂર્ણ નાખી,સવારમાં ઉઠીને ખાલી પેટ આ મિશ્રણ પી જાઓ.લગાતાર ત્રણ મહિના માટે આ ક્રમ જારી રાખો સુગર લેવલ બહુ ઓછું થઈ જશે !

મેથીના દાણાનું સેવન :

મેથી વિશે તો કોણ અજાણ હશે…!એના ગુણકારી ફાયદા અને અનેકોલક્ષી ઉપયોગો થકી જ તો મેથી આટલી પ્રખ્યાત છે.ચાહે તેના પર્ણની ભાજી હો કે મેથીના દાણા…!અહિં વાત કરવી છે મેથીના દાણાની.જે ડાયાબિટીસને નાથી શકે છે.આવો જાણીએ –

 

ત્રિફળાની સાથે ગુણકારી એવી મેથીનું સેવન પણ ત્રણ મહિના માટે કરવાનું છે.કાયમ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખી સવારમાં આ ગ્લાસમાંનુ પાણી પી જાઓ અને પછી મેથીના દાણાને ચાવી ચાવીને ખાઓ.

સારા પરિણામ માટે સવારમાં પહેલાં ત્રિફળા અને પછી મેથીના દાણાનૂં સેવન કરો ત્રણ મહિનાબાદ કોલેસ્ટ્રેરોલ લેવલ નીચે આવી જશે,સુગર લો થઈ જશે! પછી દવાઓની જરૂર નહિ પડે.

ખાસ યાદ રાખો કે,ત્રિફળા ત્રણ મહિનાથી વધુ સમય ન લેવા. બાકી એ બગાડની સાથે શરીરના જરૂરી પોષક તત્વો પણ બહાર ફેકીં દેશે…!માટે બાદમાં ૧ મહિનાનો ગેપ રાખો અને આ ઉપાય એકદમ કારગત નીવડશે.

વધુ પડતી દવાઓનો ખર્ચો કરવાથી પણ ક્યારેક જોઇતા પરીણામ નથી મળતા જ્યારે અહિં એકદમ સરળ અને ગુણકારી એવી ઔષધીઓનું સેવન કરવાથી આ રોગ ભગાવી શકાય છે…!ઘરગથ્થુ ઔષધિઓનો આ જ તો લાભ છે.વિના કોઇ આડ અસર…!

લેખક : Kaushal Barad

[ માહિતી યોગ્ય લાગે તો અન્યને પણ શેર કરજો,જેથી આ નાનકડો છતાં રામબાણ ઘરગથ્થુ ઉપાય બધા જાણી શકે – ખાસ કરીને જેને જરૂર છે…! ]

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here