તમે પણ દર વખતે સુપર મોડેલ્સ કે હીરોઈનોને જોઈને એવું વિચારો છો કે કાશ મારા વાળ પણ આવા હોત તો? હવે તમારે આવો અફસોસ નહિ કરવો પડે. તમે પણ આવા ચમકદાર અને સ્મૂધ વાળ મેળવી શકો છો. આ માટે તમારે પાર્લરમાં જવાની અને હેર ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમારા ગાર્ડનમાં ઉગાડેલા એલોવેરાના આસાન ઉપચારથી તમે પણ મેળવી શકો છો એકદમ સ્મૂધ અને સિલ્કી વાળ.

નેચરલ કંડિશનરઃ

તમારા હેર ડેમેજ થઈ ગયા હોય કે ડ્રાય થઈ ગયા હોય તો એલોવેરા જેલથી ઉત્તમ બીજુ કશુ જ નથી. એલોવેરા જેલમાં તેટલા જ પ્રમાણમાં પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. તેને એક સ્પ્રેબોટલમાં ભરીને તમાં તેલના થોડા ટીપા નાંખો. જરૂર પડે ત્યારે પ્રવાહી તમારા વાળ પર છાંટો. તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરશો તો વધઉ સારુ રિઝલ્ટ મળશે.

હેર ગ્રોથઃ

શું તમારા વાળ ઝડપથી નથી વધતા? લાંબા વાળનું સપનુ જોતી દરેક છોકરીને આ સમસ્યા નડે છે. નબળા વાળ જલ્દી તૂટી જાય છે જેથી તે લાંબા નથી થતા. પરંતુ એલોવેરા પલ્પ લગાવશો તો તમારા વાળ મજબૂત થશે અને તેની લંબાઈ ઝડપથી વધવા માંડશે.

ઓઈલી હેર હોય તો…

જેના વાળ ઓઈલી હોય તે છોકરીઓ માટે વાળ ખુલ્લા રાખવા અઘરા થઈ પડે છે. તમે તમારા વાળ દર બે દિવસે નથી ધોઈ શકતા. એલોવેરા જેલને કારણે તમે તે સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો. એલોવેરા જેલ, શેમ્પુ અને લીંબુ મિક્સ કરીને હેર માસ્ક બનાવો. તેને તમારા વાળમાં બરાબર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો. આમ કરવાથી તમને ઓઈલી હેરથી છૂટકારો મળશે.

ડેન્ડ્રફઃ

ડેન્ડ્રફની સમસ્યા હોય તો એલોવેરામાં કોકોનટ ઓઈલ મિક્સ કરીને તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. તે ઠંડુ પડે એટલે તેને માથામાં લગાવી ત્રણ કલાક રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી વાળ ધોઈ નાંખો.

સફેદ વાળઃ

નાની ઉંમરે સફેદ વાળની સમસ્યા હોય તો તમારા ફ્રીઝમાં એક રાત માટે આમળાનો જ્યુસ રાખી દો. તેમાં એલોવેરા જેલ મિક્સ કરી બરાબર હલાવો. ત્યાર પછી તેને વાળમાં બરાબર લગાવી વાળ ધોઈ નાંખો. આમ કરવાથી તમને ત્રણ જ મહિનામાં તમારા વાળના રંગમાં ફેરફાર જોવા મળી જશે.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here