સિમસા માતા નો ઇતિહાસ

મેં પહેલાં જ કહ્યું છે કે ભારત એ માન્યતાઓ અને આસ્થાઓનો દેશ છે. ભગવાન કે દેવીઓ તો એનાં એ જ છે પણ આપણી માન્યતાઓ અને આસ્થાઓ બદલાઈ છે . કહોકે એમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પણ એક વાત તો છે કે આવી માન્યતાઓ પાછળ જે પણ કોઈ સચ્ચાઈ હોય તે પણ તેનાથી માણસનું થાય છે તો ભલું જ .આવી માન્યતાઓ ક્યાંથી આવી એ ક્યારથી શરુ થઇ એ કોઈ જ નથી જાણતું!!! પણ ભક્તોની ભલાઈ એજ આનો ચરમ ઉદ્દેશ રહ્યો છે. આવું જ એક અનોખું અને વિશિષ્ટ મંદિર સિમસા દેવીનું છે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ કઈ વિશેષતા છે એ પણ આપણે જાણી લઈએ !!!

સિમસા માતા મંદિર – જ્યાં માત્ર ફર્શ પર સુવાથી થાય છે નિ:સંતાન મહિલાઓને સંતાન પ્રાપ્તિ

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં લડભડોલ તહસીલના સિમસ ગામમાં એક દેવીનું મંદિર એવું પણ છે જ્યાં નિ;સંતાન મહિલાઓને ફર્શ પર સુઈ જવાથી એમણે સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રીમાં હિમાચલ પ્રદેશનાં પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ચંડીગઢથી એવી સેંકડો મહિલાઓ આ મંદિરમાં જાય છે જેમને સંતાન હોતું નથી !!!

મંદિરમાં સુવાથી આવે છે સાંકેતિક સ્વપ્ન ———

હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લાનાં લડભડોલ તહસીલના સિમસ નામક ખુબસુરત સ્થાન પર સ્થિત માતા સિમસા મંદિર દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે. માતા સિમસા અથવા દેવી સિમસાને સંતાનદાત્રીનાં નામથી પણ જાણવામાં આવે છે. દર વર્ષે અહીંયા નિ:સંતાન દંપતિ સંતાન મેળવવાની ઈચ્છા લઈને માતાના દરબારમાં આવે છે. નવરાત્રીમાં અહી થનારા વિશેષ ઉત્સવને સ્થાનીય ભાષામાં સલિન્દરા કહેવામાં આવે છે. સલિન્દરાનો અર્થ થાય છે સ્વપ્ન આવવું !!! નવરાત્રીમાં નિ;સંતાન મહિલાઓ મંદિર પરિસરમાં ડેરા તંબુ નાંખી દે છે અને દિવસ-રાત ફર્શ પર સુઈ જાય છે !!! એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ માતા સિમસા પ્રતિ મનમાં શ્રદ્ધા લઈને મંદિરમાં આવે છે. માતા સિમસા એમને સ્વપ્નમાં માનવ રૂપમાં અથવા પ્રતીકાત્મક રૂપે સ્વપ્નમાં દર્શન આપીને સંતાન થવાનો આશીર્વાદ પ્રદાન કરે છે !!!

સ્વપ્નમાં લાકડી કે પથ્થર દેખાય તો નથી થતું સંતાન ————

માન્યતા અનુસાર જો કોઈ મહિલા સ્વપ્નમાં કોઈ કંદ-મૂળ કે ફળ પ્રાપ્ત કરે છે તો એ મહિલાને સંતાનનો આશીર્વાદ મળી જાય છે. દેવી સિમસા આવનારા સંતાનનાં લિંગ નિર્ધારણનો પણ સંકેત આપે છે !!! જેમકે કોઈ મહિલાને જો જામફળનું ફળ મળે તો સમજી લેવાનું કે એને છોકરો થશે !!! અને જો કોઈ મહિલાને સ્વપ્નમાં ભીંડી પ્રાપ્ત થાય તો સમજી લેવાનું કે એને સંતાનનાં રૂપમાં છોકરી થશે!! પણ જો કોઈ મહિલાને લાકડી કે પથ્થરથી બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો સમજી લેવાનું કે એને કોઈ સંતાન થશે નહીં !!!

કહેવાય છે કે નિ:સંતાન બની રહેવાનું સ્વપ્ન પ્રાપ્ત થયાં પછી પણ જો કોઈ મહિલા પોતાનું બિસ્તર મંદિર પરિસરમાંથી નથી હટાવતી તો એનાં શરીરમાં ખુજલી ભરેલાં લાલ લાલ ડાઘ ઉભરી આવે છે. એને પરાણે મજબુરીથી ત્યાંથી જવું જ પડે છે. સંતાનપ્રાપ્તિ પછી લોકો પોતાનો આભાર પ્રકટ કરવાં સગાં-સંબંધીઓ અને કુટુંબની સાથે મંદિરમાં આવે છે. આ મંદિર વૈજનાથથી ૨૫ કિલોમીટર તથા જોગીન્દરનગરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર છે !!!

મંદિરની પાસે એક પથ્થર છે જે હાલે છે માત્ર એક આંગળીથી ——-

સિમસા માતા મંદિર પાસે આ પથ્થર બહુજ પ્રસિદ્ધ છે. આ પથ્થરને બંને હાથોથી હલાવવા માંગો તો પણ એ પોતાની જગ્યાએથી જરા પણ હાલશે નહીં. પણ જો તમે પોતાનાં હાથની સૌથી નાની આંગળી વડે એ પથ્થરને હલાવશો એ પથ્થર હાલી જશે !!!

સત્ય છે કે નહીં એ તો ખબર નથી પણ એટલા બધાં લોકો જો ત્યાં શ્રદ્ધા અને ઉમળકાથી જતાં હોય તો એમાં કશુંક તો સત્ય હશેજ ને !!! આવી અજીબોગરીબ માન્યતાઓ જ માણસને નાસ્તિકમાંથી આસ્તિક બનાવે છે અને વિજ્ઞાન પણ આવાં આસ્તિકોને લીધે જ ટકી રહ્યું છે.

શત શત નમન સિમસા દેવી !!!

!! જય માં સિમસા દેવી !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here