શ્રાઈ કોટિ મંદિર

શ્રાઈ કોટિ મંદિર – આ મંદિર એવું છે કે જ્યાં પતિ-પત્ની એક સાથે નથી કરી શકતાં માં દુર્ગાનાં દર્શન…….. શિવપુત્રો સાથે જોડાયેલી છે કહાની !!!

હજી હમણાં હમણાં જ મહારષ્ટ્રમાં શિરડી પાસે આવેલાં શનિ શિંગણાપુરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ અને દર્શન કરવાં અંગે જોરદાર વિરોધ થયો હતો. બહુજ ઉહાપોહ મચ્યો હતો. પછી છેવટે બધું સારું થયું. આવું જ કૈંક મુંબઈની હાજીઅલી દરગાહ અને હૈદરાબાદની મક્કા મસ્જીદમાં મુસ્લિમ મહિલાઓની બાબતમાં પણ બન્યું છે. એમને પ્રવેશ બંધી કરાવી દીધી છે. જોકે આ કેટલે અંશે વ્યાજબી ગણાય એ તો ધાર્મિક પરંપરા અને આસ્થાનો જ વિષય ગણાય. પણ ભારતમાં માતાનાં મંદિરમાં પતિ-પત્ની એક સાથે દર્શન ના કરી શકે એ વાત જરા અજુગતી લાગે છે પણ આ હકીકત છે.આમાં એક ધાર્મિક કથા અને ધાર્મિક પરંપરા સંકળાયેલી છે. કઈ છે આ વાત અને આવું કેમ થાય છે એ જાણવું આપણે માટે અતિઆવશ્યક છે.આ વાત પણ જાણી લઈએ આપણે સૌ !!

ભારતમાં અનેકો એવાં મંદિરો છે જે પોતાની અનોખી પરંપરાઓને કારણે પ્રસિદ્ધ છે. જોકે ભારતમાં ઘણાં એવાં મંદિરો આજે પણ મૌજૂદ છે જ્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત છે. હિમાચલ પ્રદેશમાં એક મંદિર છે જ્યાં પતિ-પત્ની એક સાથે માંના દર્શન નથી કરી શકતાં !!!

ભારતમાં જ્યાં કોઈ દંપતિને એકસાથે મંદિરમાં જઈને પૂજા કરવાં જવાનું બહુજ મંગલકારી માનવામાં આવે છે.ત્યાં શિમલાનાં રામપુર નામનાં સ્થળે સ્થિત માં દુર્ગાનાં મંદિરમાં પતિ અને પત્ની એક સાથે પૂજન અથવા દુર્ગાની પ્રતિમાનાં દર્શન કરવાં પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી છે !!!

આનાં પછી પણ જો કોઈ દંપતિ મંદિરમાં જઈને પ્રતિમાનાં દર્શન કરે છે તો એમણે એની સજા ભોગવવી પડે છે. આ મંદિર શ્રાઈ કોટિ માતાનાં નામે આખાં હિમાચલ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિરમાં જે દંપતિઓ જાય છે તેઓ એક વખતમાં એક જ જણ દર્શન કરી શકે છે. અહીં પહોંચવાવાળાં દંપતિમાં અલગ-અલગ સમયમાં પ્રતિમાનાં દર્શન કરે છે.

આ કારણે છે આ પરંપરા

અહીંયાજે જનશ્રુતિ કહેવામાં આવે છે એનાં અનુસાર ભગવાન શિવે પોતાનાં બે પુત્રો ગણેશ અને કાર્તિકેયને બ્રહ્માંડનું ચક્કર લગાવવાનું કહ્યું. કાર્તિકેયે તો પોતાનાં વાહન મયુર પર બેસીને ભ્રમણ કરવાં જતાં રહ્યાં પરંતુ ગણેશજીએ પોતાનાં માતાનાં ચક્કર લગાવીને એ કહી દીધું હતું કે માતા-પિતાના ચરણોમાં જ બ્રહ્માંડ છે !!! આનાં પછી કાર્તિકેયજી બ્રહ્માંડનું ચક્કર લગાવીને આવ્યાં ત્યાં સુધી ગણેશજીનો વિવાહ થઇ ચુક્યો હતો !!! ત્યાર બાદ કાર્તિકેયજી ગુસ્સે ભરાણાઅને એમણે કયારેય પણ વિવાહ ન કરવાનો સંકલ્પ લીધો. શ્રાઈ કોટિમાં દરવાજા પર આજે પણ ગણેશજી સપ્રતિક સ્થાપિત છે.કાર્તિકેયજીનાં વિવાહ ન કરવાનાં પ્રણથી માતા પાર્વતી બહુજ રુષ્ટ હતી. એમણે કહ્યું કે જે પણ પતિ -પત્ની અહીંયા દર્શન કરશે એ એક બીજાંથી અલગ થઇ જશે. આજ કારણે આજે પણ અહીં પતિ-પત્ની એક સાથે પૂજા નથી કરતાં !!!

આ મંદિર સદીઓથી લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે તથા મંદિરની દેખરેખ માતા ભીમાકાલી ટ્રસ્ટની પાસે છે. ગાઢ જંગલની વચ્ચે આ મંદિરનો રસ્તો દેવદારનાં ઘટાદાર વૃક્ષોથી વધારે રમણીય લાગે છે. શિમલા પહોંચ્યા પછી અહીં વાહન અને બસ માધ્યમથી નારકંડા અને પછી મશ્રુ ગામના રસ્તાથી થઈને અહીં પહોંચી શકાય છે. આ મંદિર સમુદ્રતલથી ૧૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે.

જુઓ ભાઈઓ અને બહેનો જે માનતા હોય એ માનવી પડે એમાં આપણાથી કોઈ વિરોધ ના થાય. એને આપણે વધાવી લેવાની જ હોય. એનાં કારણોની પડપૂછમાં આપણાથી ના પડાય. એ જે હોય તે હોય પણ આનાથી કોઈનું બુરું તો નથી જ થતું ને …….. ઇતિ સિદ્ધમ !!! એટલે જ આ પરંપરાઓ મહાન બની છે. એને વધાવજો અને એનો વિરોધ ના કરતાં કયારેય પણ. આવી સુંદર જગ્યાએ એક વાર નહીં અનેકોવાર જવાય જ !! તો જઇ આવજો સૌ !!!

!! જય શ્રાઈ કોટિમાં !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here