રુદ્રાક્ષ બે શબ્દોનાં મેળથી બન્યું છે. પહેલો શબ્દ રુદ્ર કે જેનો અર્થ છે ભગવાન શિવ અને બીજો શબ્દ અક્ષ એટલે કે આંસુ. માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવનાં આંસુઓમાંથી થઈ છે. રુદ્રાક્ષ ભગવાનનાં શિવનાં નેત્રોમાંથી પ્રગટ થયેલા તે મોતી સ્વરૂપનાં ટીપાઓ છે કે જેને ગ્રહણ કરી સમસ્ત પ્રકૃતિમાં અલૌકિક શક્તિ પ્રવાહિત થઈ તેમજ માનવનાં હૃદયમાં પહોંચી તેને જાગૃત કરવામાં સહાયક બની શકી.

આ વૃક્ષ દક્ષિણ એશિયામાં મુખ્યત્વે જાવા, મલેશિયા, તાઈવાન, ભારત તથા નેપાળમાં જોવા મળે છે. ભારતમાં આ વૃક્ષ આસામ, અરુણાચલ પ્રદેશ તથા દહેરાદૂનમાં જોવા મળે છે. રુદ્રાક્ષનાં ફળની છાલ ઉતારી તેના બીને પાણીમાં ઓગળાવીને સાફ કરવામાં આવે છે. તેના બીજ જ રુદ્રાક્ષ સ્વરૂપે માળા વિગેરે બનાવવામાં ઉપયોગમાં આવે છે. કહે છે કે સતીના મૃત્યુ પર શિવજીને બહુ દુઃખ થયું અને તેમના આંસુ અનેક સ્થાનો પર પડ્યા કે જેમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ.

રુદ્રાક્ષ સામાન્ય રીતે પંચમુખી હોય છે, પરંતુ એકથી ચૌદમુખી રુદ્રાક્ષનો ઉલ્લેખ શિવ પુરાણ, પદ્મ પુરાણ વિગેરેમાં મળે છે. રુદ્રાક્ષના મુખની ઓળખ તેને વચ્ચેથી બે ટુકડાઓમાં કાપીને કરી શકાય છે. રુદ્રાક્ષનાં મુખોના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તે અનુરૂપ જ તેમના ફળ હોય છે. આવો જાણીએ જુદા-જુદા મુખોના રુદ્રાક્ષોનાં કેટલાક રસપ્રદ તથ્યો.

આ છે રુદ્રાક્ષનાં કેટલાક રસપ્રદ તથ્યો

એકમુખી રુદ્રાક્ષ

એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત્ શિવ સ્વરૂપ છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. એકમુખી રુદ્રાક્ષને લક્ષ્મી સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે. તેને સૂર્યનાં શુભ ફળોની પ્રાપ્તિ તેમજ અશુભ ફળોમાંથી મુક્તનાં હેતુસર ધારણ કરવામાં આવે છે.

દ્વિમુખી રુદ્રાક્ષ

દ્વિમુખી રુદ્રાક્ષ દેવી (પાર્વતી) તથા દેવતા (શંકર)નું સ્વરૂપ છે એટલે કે અર્ધનારીશ્વર રૂપ છે. તેને ધારણ કરવાથી મોક્ષ તેમજ વૈભવની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શરીરની અનેક વ્યાધિઓ દૂર થાય છે.

ત્રિમુખી રુદ્રાક્ષ

ત્રિમુખી રુદ્રા સાક્ષાત્ અનલ (અગ્નિ) દેવ સ્વરૂપ છે. તેને બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેનો સંબંધ ઇચ્છા, જ્ઞાન અને ક્રિયાનાં શક્તિમય રૂપ તથા પૃથ્વી, આકાશ તેમજ પાતાળ વિસ્તારો સાથે છે. તેને બુદ્ધિ-વિકાસ માટે તથા રક્તચાપ (બ્લડ પ્રેસર) નિયંત્રણની સાથે-સાથે રક્ત વિકારમાંથી મુક્તિ માટે ધારણ કરવામાં આવે છે.

ચતુર્મુખી રુદ્રાક્ષ

ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું રૂપ મનાય છે. તે ચારો વેદોનાં દ્યોતક તથા ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ પ્રદાન કરનાર છે. તેને તમામ જ્ઞાતિઓનાં લોકો ધારણ કરી શકે છે.

પંચમુખી રુદ્રાક્ષ

પંચમુખી રુદ્રાક્ષ કાળાગ્નિ રુદ્રનું સ્વરૂપ છે. તે પંચ બ્રહ્માનું સ્વરૂપ તથા પંચ તત્વોનું પ્રતીક પણ છે. તે દુઃખ-દરિદ્રતાનાશક, આરોગ્યવર્ધક, આયુવર્ધક, સર્વકલ્યાણકારી, પુણ્યદાયક તથા અભીષ્ટ સિદ્ધિદાયક છે. તેને જાંઘ તથા લીવરની બીમારીઓમાંથી મુક્તિનાં ઉદ્દેશે ધારણ કરવામાં આવે છે.

ષષ્ઠમુખી રુદ્રાક્ષ

આ રુદ્રાક્ષ શિવ કુમાર ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર નિયંત્રણ થાય છે તથા જાતકની અંદર આત્મશક્તિ, સંકલ્પશક્તિ, જ્ઞાનશક્તિ વિગેરે જાગૃત થાય છે.

સપ્તમુખી રુદ્રાક્ષ

સપ્તમુખી રુદ્રાક્ષ કામદેવ સ્વરૂપ છે, મહાભાગ છે. તે વ્યક્તિને અહંકારમાંથી બચાવે છે. સપ્તમુખી રુદ્રાક્ષ વાત રોગો તથા મૃત્યુનાં કષ્ટોમાંથી છુટકારો આપે છે.

અષ્ટમુખી રુદ્રાક્ષ

અષ્ટમુખી રુદ્રાક્ષ સાક્ષાત્ વિનાયક (ગણેશ) સ્વરૂપ છે. અષ્ટમુખી રુદ્રાક્ષને બટુક ભૈરવનું રૂપ માનવામાં આવે છે. તેને ધારણ કરનાર વ્યક્તિનું રક્ષણ આઠ દેવીઓ કરે છે. તેને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે તથા તેનું જીવન વિઘ્નમુક્ત રહે છે.

નવમુખી રુદ્રાક્ષ

નવમુખી રુદ્રાક્ષનું નામ ભૈરવ છે. આ રુદ્રાક્ષ ભગવતી દુર્ગાનું સ્વરૂપ છે. તેને ધર્મરાજ (યમ)નું રૂપ પણ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી વ્યક્તિની અંદર વીરતા, ધીરતા, સાહસ, પરાક્રમ, સહનશીલતા, દાનશીલતા વિગેરેમાં વૃદ્ધિ થાય છે.

દસમુખી રુદ્રાક્ષ

એકાદશમુખી રુદ્રાક્ષ

એકાદશ મુખ ધરાવતું રુદ્રાક્ષ સાક્ષાત્ રુદ્ર છે. આ 11 રુદ્રો અને ભગવાન શંકરનાં અગિયારમા અવતાર સંકટમોચન મહાવીર બજરંગબલિનું પ્રતીક છે. તેને ધારણ કરનાર વ્યક્તિને સાંસારિક ઐશ્વર્ય તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

દ્વાદશમુખી રુદ્રાક્ષ

દ્વાદશમુખી રુદ્રાક્ષને કાનમાં ધારણ કરવાથી સૂર્યા વિગેરે બાર આદિત્ય દેવો પ્રસન્ન થાય છે. તમામ વિઘ્નો અને અવરોધો દૂર કરનાર આ રુદ્રાક્ષને આદિત્ય રુદ્રાક્ષનાં નામે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ મુજબઆ રુદ્રાક્ષ સૂર્યજન્ય રોગોને દૂર કરવા માટે ધારણ કરવામાં આવે છે.

ત્રયોદશમુખી રુદ્રાક્ષ

ત્રયોદશમુખી રુદ્રાક્ષ સાક્ષાત્ ઇન્દ્રનું સ્વરૂપ છે. તે અર્થ પ્રદાન કરનાર તથા કામનાની પૂર્તિ કરનાર રુદ્રાક્ષ છે. તેને ધારણ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની ધાતુઓ તેમજ રસાયણની સિદ્ધિનો જ્ઞાતા થઈ જાય છે. જ્યોતિષ મુજબતેનો પ્રભાવ શુક્ર ગ્રહ સમાન હોય છે.

ચતુર્દશમુખી રુદ્રાક્ષ

ચતુર્દશમુખી રુદ્રાક્ષ ભગવાન હનુમાનનું સ્વરૂપ છે. તે હનુમત રુદ્રાશ નામે પણ પ્રસિદ્ધ છે. તે તમામ સિદ્ધિઓનું દાતા, મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનાર તથા આરોગ્યદાયક રુદ્રાક્ષ છે.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here