અમર કથા

ભગવાન શિવનાંઅનેક રૂપ છે. એ ક્યાંય પણ કયારેય પણ કોઈ આપણ સ્વરૂપમાં હોઈ શકે છે પરંતુ એક સ્થાન એવું પણ છે કે જ્યાં ભગવાન શિવ માતા પાર્વતીની સાથે કબુતર રૂપમાં નિવાસ કરે છે. આ સ્થાન અમરનાથ ગુફા છે.અમરનાથની ગુફામાં દર વર્ષે આષાઢી પૂર્ણિમાથી પોતાની જાતે જ બરફનું શિવલિંગ બનવાં માંડે છે !!! અહીં ચમત્કારની વાત એ છે કે એની આસપાસ જામેલો બરફ કાચો છે જ્યારે શિવલિંગ નક્કર-કડક -ઠોસ બરફ બનેલો હોય છે. શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનને દિવસે આ શિવલિંગનું અંતિમ દર્શન થાય છે. એનાં પછી એક વર્ષ પછી જ આ શિવલિંગ બને છે !!!

આ પવિત્ર ગુફામાં ભગવાન શિવ અને માતા પાર્વતી કેટલાંક યુગોથી કબુતરનાં રૂપમાં બિરાજમાન છે. આ સંદર્ભમાં કથા એ છે કે, એક સમયે માતા પાર્વતી દ્વારા અમર થવાની કથા સાંભળવાની જીદ કરવાં પર ભગવાન શિવશંકર પાર્વતીજીને લઈને આ સ્થાન પર આવ્યાં.

અમરનાથ સાથે જોડાયેલી શિવ-પાર્વતીની કથા

એક વાર દેવી પાર્વતીએ દેવોનાં દેવ મહાદેવને પૂછ્યું કે આવું કેમ છે આપ અમર છો પરંતુ મારે દરેક જન્મમાં વરસો સુધી તપ કર્યાંપછી જ આપને પ્રાપ્ત કરવાં પડે છે ? જ્યારે મને આપને પામવા હોય તો મારી તપસ્યા અને આટલી કઠીન પરીક્ષા કેમ ? આપનાં કંઠમાં પડેલી નરમુંડ માળા અને અમર હોવાનું રહસ્ય શું છે ? મહાદેવે તો પહેલાં દેવી પાર્વતીનાં આ સવાલોના જવાબ આપવાનું ઉચિત ના સમજ્યું. પરંતુ પત્નીહઠને કારણે કેટલાંક ગુઢ રહસ્યો એમને બતાવવાં પડયાં !!! શિવ મહાપુરાણમાં મૃત્યુથી લઈને અજર-અમર થવાં સુધીનાં ઘણાં પ્રસંગો છે. જેમાં એક સાધના સાથે જોડાયેલી અમરકથા બહુજ રોચક છે. જેને ભક્તજન અમરત્વની કથાનાં રૂપમાં જાણે છે !!!

દર વર્ષે હિમાલયમાં અમરનાથ, કૈલાશ અને માનસરોવર તીર્થસ્થળોમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. કંઈ કેટલાંય કિલોમીટરની પગપાળા યાત્રા કરે છે કેમ ?

પૌરાણિક માન્યતાઓ અનુસાર અમરનાથની ગુફા જ એ સ્થાન છે જ્યાં ભગવાન શિવે પાર્વતીજીને અમર હોવાનું ગુપ્ત રહસ્ય બતાવ્યું હતું !!! એ સમય દરમિયાન ત્યાં ભગવાન શિવજી અને માં પાર્વતી સિવાય ત્રીજું કોઈજ નહોતું !!! ન મહાદેવનો નંદી કે નહીં એમનો નાગ, ન માથા પર ગંગા કે ના ગણપતિજી કે ના કાર્તિકેયજી !!!

સૌથી પહેલાં નદીને પહેલગામમાં છોડયા

ગુપ્ત સ્થાનની તલાશમાં મહાદેવે પોતાનાં વાહન નંદીને સૌથી પહેલાં છોડયો, નંદી જે જગ્યાએ છૂટ્યો એને જ પહેલગામ કહેવામાં આવ્યું !!! અમરનાથ યાત્રા અહીંથી જ શરુ થાય છે. અહીંથી થોડાં આગળ ચાલવાં પર શિવજીએ પોતાની જટાઓમાંથી ચંદ્રમાને અલગ કર્યો, જે જગ્યાનું નામ ચંદનવાડી છે. એનાં પછી ગંગાજીને પંચતરણીમાં અને કંઠાભૂષણ સર્પોને શેષનાગમાં છોડયા,આ પ્રકારે આ પડાવનું નામ શેષનાગ પડયું !!!

આગળના પડાવમાં ગણેશજી છૂટ્યાં

અમરનાથ યાત્રામાં પહેલગામ પછીનો પડાવ છે ગણેશ ટોપ. માન્યતા છે કે આ સ્થાન પર મહાદેવે પોતાનાં પુત્ર ગણેશને છોડયાં હતાં. આ જગ્યાને મહાગુણા પર્વત પણ કહે છે. એનાં પછી મહાદેવે જ્યાં પીસ્સૂ નામના કીડાને ત્યાગ્યો એ જગ્યાનું નામ પીસ્સૂ ઘાટી છે.

આ પ્રકારે મહાદેવજીએ પોતાની પાછળ જીવનદાયિની પાંચે તત્વોને સ્વયં અલગ કર્યા. આની પશ્ચાત પાર્વતી સંગ એક ગુફામાં મહાદેવજીએ પ્રવેશ કર્યો. કોઈ ત્રીજું પ્રાણી, એટલેકે કોઈ વ્યક્તિ, પશુ કે પક્ષી ગુફાની અંદર ઘુસીને કથા ના સાંભળી શકે એટલાં માટે એમણે ચારે તરફથી અગ્નિ પ્રજજવલિત કરી દીધી. પછી મહાદેવજીએ જીવનના ગુઢ રહસ્યોની કથા શરુ કરી દીધી !!!

પાર્વતીજી સુઈ ગયાં અને કબૂતરોએ સાંભળી કથા

કહેવાય છે કે કથા સાંભળતા – સાંભળતા દેવી પાર્વતીને ઊંઘ આવી ગઈ અને એ સુઈ ગયાં. મહાદેવજીને આ ખબર નહોતી એટલે એતો પોતાની મસ્તીમાં અને પોતાની આગવી શૈલીમાં કથા સંભળાવતાં રહ્યાં!!! એ કથા દરમિયાન એ સમયે બે કબુતર આ કથા સાંભળી રહ્યાં હતાં અને વચ્ચે -વચ્ચે ઘૂ-ઘૂનાં અવાજો કાઢતાં હતાં. મહાદેવજીને લાગ્યું કે પાર્વતીજી મને સંભાળી રહ્યાં છે અને વચમાં -વચમાં હુંકાર ભરી રહ્યાં છે !!! એમ પણ ભોલેનાથ તો પોતાનામાં જ મશગુલ હતાં અને એ વાર્તા કહેવાં સિવાય એમનું ધ્યાન કબૂતરો પર ના ગયું !!!

એ કબુતર અમર થયાં અને થાય છે એમનાં દર્શન

બંને કબૂતરો કથા સાંભળી રહ્યાં હતાં જ્યારે કથા સમાપ્ત થવાં પર મહાદેવજીનું ધ્યાન પાર્વતીજી પર ગયું તો એમણે ખબર પડી કે એ તો સુઈ ગયાં છે !!! તો પછી આ કથા સાંભળતું હતું કોણ ?ત્યરે એમની દ્રષ્ટિ એ બે કબૂતરો પર પડી તો મહાદેવજીને ક્રોધ આવી ગયો. તો એ કબુતરનું જોડું એમની શરણમાં આવી ગયું અને બોલ્યાં —– “ભગવન અમે તમારી પાસેથી અમરકથા સાંભળી છે !!!” કબૂતરોએ શિવજીને કહ્યું કે —- ” જો તમે અમને મારી નાંખશો તો અમર થવાની આ કથા જુઠી સાબિત થશે !!!” ભગવાન શિવજીએ ત્યારે એ કબૂતરોને વરદાન આપ્યું કે તમે યુગો- યુગો સુધી આ સ્થાન પર શિવ-પાર્વતીનાં પ્રતિક બનીને નિવાસ કરશો. અમરનાથની ગુફામાં જેને પણ તમારાં દર્શન થશે એમને શિવ-પાર્વતીનાં દર્શનનું જ પુણ્ય મળશે !!! અંત: કબુતરનું આ જોડું અમર થઇ ગયું અને આ ગુફા અમરકથાની સાક્ષી બની ગઈ !!! અને આ રીતે આ સ્થાનનું નામ અમરનાથ પડયું !!!

!! ઓમ નમઃ શિવાય !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here