ભગવાન શિવ હિન્દુ ધર્મના મુખ્ય ત્રણ દેવતાઓમાંના એક મનાય છે.આથી ભારતભરમાં તેમના પૂજકો ઘણા વધારે છે.આથી જ લગભગ દરેક ગામમાં શિવજીનું મંદિર આવેલું હોય છે.હમણાં એક ખબરે તરખાટ મચાવ્યો છે જેમાં શિવજીની સોનેરી મૂર્તિ ઉત્તરપ્રદેશના એક ઇલાકામાંથી મળી આવ્યાંની ચર્ચા છે.

આમ તો ભારતમાં શિવજીના ઘણા પ્રસિધ્ધ મંદિરો આવેલા છે.શિવના નિવાસ સ્થાન એવા હિમાલયમાં પણ લોકો શિવ મંદિરોના દર્શને જાય છે.સોમનાથ સહિત શિવના બાર જ્યોતિર્લિંગો જગભરમાં પ્રસિધ્ધ છે.

એક ખબર અનુસાર લોકોએ રેલ્વેના પાટા નજીક ભગવાન શિવની સુર્વણમૂર્તિ જોયેલી છે.લગભગ ૩૦૦ કિલો વજનની આ મૂર્તિની નજીક જતાં સાપના દર્શન થતા હોવાની પણ ખબર ફેલાઇ હતી.

વાત છે ઉત્તરપ્રદેશના રાનીવાડા-તહસીલના પ્રાચીન એવા રત્નાવટી ઇલાકાની.અહીં રેલ્વેના ટ્રેક પાસે લોકોને ભગવાન શિવની સોનાની જેમ પ્રભાવશાળી રીતે ચમકતી મૂર્તિ જોવા મળી હતી.લોકોનું કહેવું છે કે,મૂર્તિ ઘણાં વર્ષો પુરાણી છે અને ગંજાવર વજન ધરાવે છે.

રત્નાવટીમાં રેલ્વે ટ્રેક નજીક મળેલ શિવજીની આ મૂર્તિની પાસે જતાં લોકોએ સર્પો જોયા હતાં.અહીં ઉલ્લેખનીય છે કે,ભગવાન શિવના ગળામાં,જટામાં અને હાથમાં સર્પ નજર આવે છે.શિવનો સર્પપ્રેમ અને સર્પનો શિવ પ્રેમ આથી પ્રતિત થાય છે.

લોકોનું માનવું છે કે,સર્પ અને શિવના પવિત્ર સબંધોને લીધે અહીં સર્પોની હાજરી જોવા મળી હતી.શિવની આ મૂર્તિ સોનેરી રંગયુક્ત હોવાથી જાણે સૂવર્ણની મૂર્તિ હોય એવું ભાસે છે.

કદમાં શિવની આ મૂર્તિ લગભગ ૩૦૦ કિલો વજનની હોવાનું કહેવામાં આવે છે.સોશિયલ મિડીયા પર પણ તેની તસ્વીરો વાઇરલ થયેલી છે.લોકો આને એક જાતનો ચમત્કાર ગણાવી રહ્યાં છે.

શિવજીની આ મૂર્તિને સ્થાનિક લોકો દ્વારા નજીકના શિવ મંદિરમાં રાખવામાં આવી છે.લોકોએ કહ્યું છે કે,મૂર્તિ અંદરથી પોલાણ ધરાવે છે.મતલબ કે,મૂર્તિ અંદરથી ખોખલી છે.જો કે,શિવલીંગની માથે આ મૂર્તિ તેની આ પ્રકારની બાંધણીને લીધે રાખી શકાય તેમ છે.મૂર્તિ રતનપુર ગામના લોકોની નજરમાં આવી હતી.તેઓએ યોગ્ય સંભાળ સાથે મૂર્તિને નજીકના શિવમંદિરમાં પ્રસ્થાપિત કરી છે.

સામાન્ય રીતે ભગવાન શિવના શિવલીંગ બાબતે ચમત્કારીક બનાવના દાખલા સામે આવતા હોય છે પણ અહીં શિવની મૂર્તિનો એક ચર્ચાસ્પદ દાખલો સામે આવ્યો છે.આથી કરીન આ બનાવ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here