લિંગાઈ માતા મંદિર નો ઇતિહાસ

ભારતમાં શિવલિંગની પૂજા બહુજ શ્રદ્ધાપૂર્વક થાય છે. આમાંનાં કેટલાંક શિવલિંગો ચમત્કારિક પણ છે. જયોતિર્લિંગોના આ દેશમાં ઘણાં શિવલિંગોની કથા પુરાણોમાં વર્ણિત છે જ. પણ ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે માતાની પૂજા પણ શિવલિંગ સ્વરૂપે થતી હોય!!! ભારતમાં એક માતા એવી પણ છે કે જેમની પૂજા લિંગ સ્વરૂપે કરાય છે!!! એ વિષે પણ આપણે સૌ જાણી લઈએ ……

લિંગાઈ માતા મંદિર – સ્ત્રી રૂપમાં થાય છે શિવલિંગની પૂજા , વર્ષમાં એક વાર ખળે છે આ મંદિર …..માન્યતા છે કે અહીંયા કાકડી ખાવાથી થાય છે સંતાનપ્રાપ્તિ !!!

લિંગાઈ માતામંદિર ઈતિહાસ 

આપણા ભારત દેશમાં દરકે રાજ્યમાં દરેક જગ્યાએ પ્રાચીન મંદિરોની ભરમાર છે. એમાંથી ઘણાં મંદિરો તો બહુજ પ્રસિદ્ધ છે જેના વિષે તો બધાં લોકો ઘણું બધું જાણે છે. જયારે કેટલાંક મંદિરો એવાં પણ છે કે અધિકાંશ લોકોની પહોંચથી બહુજ દૂર છે. આવાં અધિકતર અજાણ્યા મંદિરો ઝારખંડ અને છતીસગઢનાં દુર્ગમ ઇલાકામાં સ્થિત છે તથા આ ક્ષેત્રો નક્સલ પ્રભાવિત પણ છે !!! એટલા જ માટે અહીં માત્ર સ્થાનીય લોકો જ પહોંચી શકે છે. આવું જ એક અજાણ્યું મંદિર લિંગાઈ માતા મંદિર જે આલોર ગામની ગુફામાં સ્થિત છે. વાસ્તવમાં આ મંદિરમાં શિવલિંગ છે માન્યતા છે કે અહીં માતાજી લિંગ રૂપમાં વિરાજિત છે. શિવ અને શક્તિનાં સમન્વિત સ્વરૂપને લિંગાઈ માતાનાં નામે ઓળખવામાં આવે છે !!!

આલોર ગામમાં સ્થિત છે મંદિર

ફરસગાંવથી લગભગ ૮ કિલોમીટર દુર પશ્ચિમથી મોટાં ડોંગરમાર્ગ પર ગામ આલોર સ્થિત છે. ગામથી લગભગ ૨ કિલોમીટર દુર પશ્ચિમમાં એક પહાડી છે જેને લિંગઈ ગટ્ટા લિંગાઈ માતાનાં નામથી જાણવામાં આવે છે. આ નાનકડી પહાડીની ઉપર વિસ્તૃત ફેલાયેલા ચટ્ટાન ઉપર એક વિશાળ પથ્થર છે. બહારથી અન્ય પથ્થરની જેમ સામાન્ય દેખાતો આ પથ્થર સ્તૂપ-નુમા છે. આ પથ્થરની સંરચના ને અંદરથી જોતાં એવું લાગે છે કે જાણે કોઈ વિશાળ પથ્થરને કટોરાનુમા ત્રાસ કરીને ચટ્ટાન ઉપર ઊંધો કરીને ના મુક્યો હોય !!! આ મંદિરની દક્ષિણ દિશામાં એક સુરંગ છે જે આ ગુફાનું પ્રવેશદ્વાર છે. દ્વાર એટલું બધું નાનું છે કે બેસીને કે સુઈને જ એમાં પ્રવેશ કરી શકાય છે. ગુફાની અંદર ૨૦થી ૨૫ માણસો બેસી શકે છે !!! ગુફાની અંદર ચટ્ટાનની વચ્ચોવચ્ચ નીકળેલું એક શિવલિંગ છે જેની ઊંચાઈ લગભગ ૨ ફૂટ હશે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે અણી ઉંચાઈ પહેલાં ઓછી હતી પણ સમય જતાં એ એની સાથે વધતી ગઈ !!!

વર્ષમાં એક જ દિવસ ખુલે છે મંદિર

પરંપરા અને લોકમાન્યતાને કારણે અ પ્રાકૃતિક મંદિરમાં પ્રતિદિન પૂજા અર્ચના નથી થતી હોતી. વર્ષમાં એક જ દિવસ આ મંદિરનું દ્વાર ખુલે છે અને આ દિવસે અહીંયા મેળો ભરાય છે. સંતાન પ્રાપ્તિની મન્નતો લઈને અહીંયા દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોય છે. પ્રતિવર્ષ ભાદ્રપદ માસની શુક્લ પક્ષની નવમી તિથિ પશ્ચાત આવવાંવાળાં બુધવારે આ પ્રાકૃતિક દેવાલયને ખોલી નાંખવામાં આવે છે તથા દિવસભર શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના એવં દર્શન કરી શકાય છે. દરવર્ષે તારીખો બદલાતી રહેતી હોય છે !!!

મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ

આ મંદિર સાથે જોડાયેલી બે વિશેષ માન્યતાઓ છે.

પહેલી માન્યતા સંતાન પ્રાપ્તિને લઈને છે !!! આ મંદિરમાં આવવાંવાળાં અધિકાંશ શ્રદ્ધાળુ સંતાન પ્રાપ્તિની મન્નતો માંગે છે !!! અહીંયા મનૌતી માંગવાનો તરીકો પણ નિરાળો છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાં દંપતિએ ખીર ચઢાવવી આવશ્યક છે. પ્રસાદનાં રૂપમાં ચઢેલી ખીરને પૂજારી પૂજા પશ્ચાત દંપતિને પાછી આપે છે !!! દંપતિએ શિવલિંગની સામે જ એક કાકડીને પોતાનાં નખ વડે ચીરો લગાવીને બે ટુકડામાં તોડવાની હોય છે અને પછી શિવલિંગની સામે જ આ પ્રસાદને બંનેએ ગ્રહણ કરવાનો હોય છે. મન્નત પૂરી થયાં પછી તે પછીનાં વર્ષે શ્રદ્ધા અનુસાર ચઢાવો ચઢાવવાનો હોય છે. માતાને પશુબલિ અને શરાબ ચઢાવવી વર્જિત છે !!!

બીજી માન્યતા ભવિષ્યના અનુમાનને લઈને છે

એક દિવસની પૂજા પછી જયારે મંદિર બંધ કરી દેવામાં આવે છે તો મંદિરને બહારથી રેતથી ઢાંકી દેવામાં આવે છે. એનાં પછીનાં વર્ષે આ રેતી પર જે ચિન્હો મળે છે એનાંથી પુજારી એના પછીનાં વર્ષનાં ભવિષ્યનું અનુમાન લગાવે છે. જો કમળનું નિશાન હોય તો ધનસંપદામાં વૃદ્ધિ , હાથીના પગના નિશાન હોય તો ઉન્નતિ, ઘોડાની ખરીઓનાં નિશાન હોય તો યુદ્ધ, વાઘના પગનાં નિશાન હોય તો આતંક, બિલાડીનાં પગનાં નિશાન હોય તો ભય તથા મુર્ગીઓનાં પગનાં નિશાન હોય તો દુષ્કાળ પડવાનો સંકેત માનવામાં આવે છે !!!

આજ સુધી એવું નહોતું સાંભળ્યું કે કોઈ માતા પણ શિવલિંગનાં રૂપમાં પૂજાતી હોય !!! આ જાણકારી મળતાં જ મેં સૌની સાથે શેર કરવાનું વિચાર્યું. આવું મંદિર તો ખાસમખાસ જ જોવાં જવું જોઈએ !!! આ એક અનેરો લ્હાવો જ છે!!!

નમન છે લિંગાઈ માતાને !!!

!! જય લિંગાઈ માતા !!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here