અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં દામનગર થી 3 કિલોમીટર ના અંતરે ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો. અહીં હિંદુ ધર્મની ચોર્યાસીનું મહત્‍વ છે. દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં તેમની મનોકામના પૂર્ણ કરવા આવે છે. ચૈત્ર સુદ-૧૫ ને દિવસે અહીં ભાતીગળ – ભવ્‍ય મેળો ભરાય છે.

હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના મંદિરોમાં ભક્તોની દર્શન માટે લાઈનો લાગે છે. પરંતુ સૌરાષ્ટ્રનું આ હનુમાન દાદા નું મંદિર એવું છે જ્યાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે.

દર વર્ષે હનુમાન જયંતી પર અહિં ચારે દિશામાંથી હજારો પદયાત્રીઓ પાંચથી લઇ પચાસ કી.મી. સુધી ચાલી અહિં પહોંચે છે. વિવિધ દિશામાંથી આગલા દિવસે સાંજે જ પદયાત્રીઓ ચાલતા થાય છે. હનુમાન જયંતી નિમિતે ઠેર ઠેર સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, વિશેષ પૂજા-અર્ચન, બટુક ભોજન જેવા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here