આ વખતે પ્રેમ માં તાજમહેલ નહિ પત્નીનું જ મંદિર બનાવી નાખ્યું આ ભાઈએ :

છેલ્લા કેટલાક દિવસોમાં, તમે પ્રેમના દીવાનાઓ ના પર્વતોથી લઈને કુવા ખોદવા સુધી ની વાત સાંભળી હશે પણ તમે ક્યારેય કોઈને પ્રેમમાં મંદિર બનાવતા સાંભળ્યું છે? કદાચ તમે માનશો નહીં, પરંતુ કર્ણાટકમાં ઘણા લોકો એ આ મંદિર જોયું છે. અહીં પત્ની પ્રેમનો કેસ દ્રશ્યમાન છે. ખાસ વાત તો એ છે કે જે ખેડૂત જેણે આ મંદિર બાંધ્યું છે તેણે મંદિરમાં પણ તેની પત્નીની મૂર્તિ સ્થાપિત કરી છે.

પત્નીનો અનહદ પ્રેમ –

ખેડૂત રાજુસ્વામી ઉર્ફે રાજુ, જે કર્ણાટકના યેલ્દુર જિલ્લાના કૃષ્ણપુર ગામમાં રહે છે, તે રાજુસ્વામીએ અહીં તેની પત્ની માટે એક મંદિર બનાવ્યું છે. આ મંદિર તેમની પત્ની અને તેની પત્નીના પ્રેમનું જીવંત પ્રતીક છે. આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ પણ તેની પત્નીની છે. રાજુ લગભગ 12 વર્ષ થી દરરોજ પૂજા માટે અહીં આવે છે. આ રીતે લોકો હવે રાજુ સ્વામીજીના પત્ની પ્રેમને બિરદાવવા લાગ્યા છે.

ભવિષ્યવાણી સાચી થતી હતી –

રાજુસ્વામી કહે છે કે તે તેની બહેનની પુત્રી સાથે લગ્ન કરવા માંગતા હતો. તે તેને ખુબજ પ્રેમ કરતો હતો,પરંતુ કુટુંબ અને પરિવાર આ ની વિરુદ્ધ હતા. જો કે, આ સંબંધ થાય તેમા તેમની બહેન-જીજાજી ને કોઈ સમસ્યા ન હતી. તેથી રાજુએ તેની બહેન ની દીકરી સાથે લગ્ન કર્યા. તેમની પત્ની પાસે કેટલીક ખાસ શક્તિ હતી. તે પૂજા પાઠ માં વધારે સમય પસાર કરતી. તે જે પણ ભવિષ્યવાણી કરતી તે સાચી પણ થતી હતી.

મંદિરમાં પત્નીની મૂર્તિ –

લગ્ન પછી બન્ને પતિ-પત્ની એક સુખી જીવન જીવી રહ્યા હતા. તેમની પત્ની વારંવાર ગામમાં મંદિર બંધાવવાની વાત કરતી હતી. 2006માં,મંદિરનું બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું.

અને એક દિવસ અચાનક,તેમણે તેમના મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી દીધી. મંદિર નું બાંધકામ પૂર્ણ થયું તે પહેલાં તે મૃત્યુ પામી. આ પછી, રાજુએ આ મંદિરમાં ભગવાનની મૂર્તિ ને બદલે તેની પત્નીની મૂર્તિની સ્થાપના કરી,જ્યાં તેની પૂજા પણ થાય છે. હવે લોકો તેને પ્રેમનું મંદિર કહે છે.

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here