તરકુલહા દેવી – ગોરખપુર

અહીં ક્રાંતિકારી બાબુ બંધુસિંહે ચઢાવી હતી અંગ્રેજોની બલિ

ભારતમાં એવા ઘણાં મંદિરો છે જે ચમત્કારિક અને રહસ્યમયી છે. પૌરાણિક કથાઓને બાદ કરીએ તો ઘણા મંદિરો સાથે ભારતનો ઈતિહાસ પણ સંકળાયેલો છે. માતાએ ભારતીય સેનાને પણ મદદ કરી હતી (તનોટ માતા)તો ગોરખપુરમાં એક એવું પણ માતાનું મંદિર સ્થિત છે જ્યાં ક્રાંતિકારીએ અંગ્રેજોની બલિ ચઢાવી હતી. ભારતમાં એવાં કેટલાંય મંદિરો છે જે એમાં મળતાં-વહેંચતા -ધરાવતા પ્રસાદને કારને પણ અતિપ્રખ્યાત થયાં છે. માન્યતા જે પણ હોય તે હોય પણ આ વિશેષતા જરૂર છે. આ ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં પ્રસાદ રૂપે મટન આપવામાં આવે છે.આવાં વિશિષ્ટ મહત્વ ધરાવતાં મંદિર વિશે દરેકે જાણી લેવું તો જોઈએ જ !!!

આ તરકુલહા દેવી મંદિર ગોરખપુરથી ૨૦ કિલોમીટર દુર તથા ચોરી- ચોરાથી ૫ કિલોમીટરની દુરી પર સ્થિત છે.આ મંદિર હિંદુ ભક્તો માટે પ્રમુખ ધાર્મિક સ્થળ છે.

આ મંદિર પોતાની ૨ વિશેષતાઓને કારને ઘણું જ પ્રસિદ્ધ છે !!!

પહેલી આ મંદિર સાથે જોડાયેલી ક્રાંતિકારી બાબૂ બંધૂસિંહનો ઈતિહાસ 

આ વાત ઇસવીસન ૧૮૫૭નાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી પહેલાંની છે. આ વિસ્તારમાં પહેલાં જંગલ હતું. અહીંથી ગુર્રા નદી પસાર થતી હતી. આ જંગલમાં ડુમરી રીયાસતના બાબૂ બંધૂસિંહ રહેતાં હતાં. નદીના તટપર તરકુલ (તાડ)નાં ઝાડની નીચે પીંડીઓ સ્થાપિત કરીને દેવીની ઉપાસના કર્યા કરતાં હતાં. તરકુલહા દેવી બાબૂ બંધૂસિંહની ઈષ્ટદેવી હતી !!!

એ દિવસો એવાં હતાં જયારે ભારતીયોનું ખૂન અંગ્રેજો નાં જુલ્મની વાતો સાંભળીને ઉકળી ઉત્તું હતું. જયારે બાબૂ બંધૂસિંહ મોટાં થયાં તો એમના દિલમાં પણ અંગ્રેજો વિરુદ્ધ આગ ભડકી ઉઠી !!!બંધૂસિંહ ગોરિલ્લા લડાઈમાં માહિર હતાં. એટલાં માટે જયારે કોઈ અંગ્રેજ એ જંગલમાંથી પસાર થતાં તો બાબૂ બંધૂસિંહ એમને મારી નાંખીને એમનું માથું કાપી નાંખીને દેવીમાંના ચરણોમાં સમર્પિત કરી દેતાં હતાં !!!

પહેલાં તો અંગ્રેજો એમ જ સમજતાં રહ્યાં કે એમના સિપાહી જંગલમાં જઈને લાપત્તા થઇ જાય છે. પરંતુ ધીરે ધીરે એમને એ ખબર પડી કે અંગ્રેજ સિપાહીઓ બાબૂ બંધૂસિંહનાં શિકાર થઇ જાય છે. અંગ્રેજોએ એમની તલાશમાં જંગલનો ખૂણેખૂણો તપાસી લીધો પરંતુ બાબૂ બંધૂસિંહ એમને હાથ જ ના લાગ્યાં !!! વિસ્તારનાંએક વ્યવસાયીની ખબરને કારણે બાબૂ બંધૂસિંહ અંગ્રેજોને હાથે ચઢી ગયાં.

અંગ્રેજોએ એમને ગિરફ્તાર કરી અદાલતમાં પેશ કર્યા જ્યાં એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. ૧૨ ઓગ્સષ્ટ ૧૮૫૭નાં રોજ ગોરખપુરમાં અલી નગર ચૌરાહા પર સાર્વજનિક રૂપથી ફાંસી પર લટકાવી દેવામાં આવ્યાં. એવું બતાવવામાં આવે છે કે અંગ્રેજોએ એમને ૬ વાર ફાંસી પર ચઢાવવાની કોશિશ કરી પણ દરવખતે તેઓ અસફળ રહ્યાં. એનાં પછી ખુદ બાબૂ બંધૂસિંહે સ્વયં દેવી માંનું ધ્યાન ધરીને મન્નત માંગી કે માં એમને જવા દે !!! કહેવાય છે કે બંધૂસિંહની આ પ્રાર્થના દેવીમાંએ સાંભળી લીધી અને સાતમી વખત અંગેજો એમને ફાંસી પર ચઢાવવામાં સફળ થઇ ગયાં. અમર શહીદ બંધૂસિંહને સન્માનિત કરવાં માટે ત્યાં એક સ્મારક પણ બન્યું છે !!!

બીજી વિશેષતા છે અહીં મળતો મટન બાટીનો પ્રસાદ

આ દેશનું એક માત્ર એવું મંદિર છે કે જ્યાં પ્રસાદના રૂપમાં મટન આપવામાં આવે છે.બંધૂસિંહે અંગ્રેજોના માથાં ચઢાવવાની જે બલિની પરંપરા ચાલુ કરી હતી એ આજે પણ અહીં ચાલુ જ છે. હવે અહીં બકરાની બલિ ચઢાવવામાં આવે છે એના પછી બકરાનાં માંસને માટીના વાસણોમાં પકવવામાં આવે છે ત્યારબાદ તેને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે એની સાથે સાથે બાટી પણ આપવામાં આવે છે. એમ તો પુરાણા સમયમાં દેવીમાંનાં ઘણાંમંદિરોમાં બલિની પરંપરા હતી પરંતુ સમય બદલાતાંએની સાથે સાથે લગભગ બધી જગ્યાએ આ પરંપરા બંધ કરી દેવામાં આવી. પરંતુ તહકુલહા દેવીનાં મંદિરમાં આજે પણ એ પ્રથા ચાલુ છે જોકે અત્યારે એનાંપર ઘણો મોટો વિવાદ છે અને આ પ્રથાને બંધ કરવાં માટે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

તહકુલહા દેવી મંદિરમાં વર્ષમાં એકવાર મેળો પણ ભરાય છે જેની શરૂઆત ચૈત્ર રાનવમીથી થાય છે. આ મેળો એક મહિનો ચાલે છે. અહીંયા મન્નત પૂરી થવાં પર ઘંટડી બાંધવાનો પણ રીવાજ છે. અહી તમને આખા મંદિર પરિસરમાં જગ્યા જગ્યાએ ઘંટડીઓ બાંધેલી જોવાં મળશે !!! અહીં સોમવાર અને શુક્રવારે બહુજ ભીડ જોવાં મળે છે.

મંદિર એની વિશેષતાઓને કારણેજ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. સાછે જ આવા મંદિરો જ ભારતીય સંકૃતીની ધરોહર છે . આવું મંદિર એકવાર તો જોવાય જ !!! નમન માતા તહકુલહા દેવીને !!!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here