આપણે બધા જ એવા મૂવી જોઈને મોટા થયા છીએ જેમાં એક છોકરો અને એક છોકરી પ્રેમ કરે છે, થોડી સ્ટ્રગલ બાદ બંનેના મેરેજ થાય છે બસ પછી હેપ્પી એન્ડિંગ. આ રોમેન્ટિક અને બધાને ગમે તેવું છે. આપણે પણ તેવી જ મેરેજ લાઇફના સપના જોતા જોતા ગ્રાન્ડ વેડિંગની તૈયારી પણ કરીએ છીએ. પરંતુ શું કોઈ એવું વિચારે છે કે લગ્ન બાદ ખરેખર સ્થિતિ શું આવે છે. જ્યારે હકિકતમાં તો લગ્ન જીવનનું પહેલું વર્ષ એક અલગ જ પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફોને લઈને આવે છે. આ જાણવા માટે અમે કેટલાક કપલ્સ સાથે વાત કરી અને જુઓ અહીં તે શું કહે છે…

ફાઇનાન્સ મેનેજ કરવું મોટો પ્રશ્ન

લગ્નના થોડાક જ દિવસોમાં મને ખબર પડી ગઈ કે મારા પતિ ખર્ચ કરવામાં છુટ્ટો હાથ રાખે છે જ્યારે હું તો સેવિંગમાં માનું છું. આ કારણે જ ઘણીવાર ખર્ચ કરવાની ટેવને લઈને અમારા વચ્ચે ઘણીવાર આર્ગ્યુમેન્ટ પણ થઈ છે અને તેના કારણે થોડો ખરાબ સમય પણ પસાર થયો છે. સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં આવતા લગભગ 6 મહિના જેટલો સમય થયો અને પછી અમે સાથે મળીને અમારુ ફાઇનાન્સ પ્લાન કરવા લાગ્યા.

તેનું પર્સનલ હાઇજીન

હું દરેક બાબતોમાં સ્વચ્છતા અને સુઘડતાની આગ્રહી છું અને મારા પતિ તદ્દન મારાથી વિરુદ્ધ દિશામાં છે. ક્યારેક ક્યારેક તો તે ત્રણ દિવસ સુધી નહાતા જ નથી. અને એક જ શર્ટને 3-4 દિવસ સુધી પહેરે. તેને તો આનાથી કોઈ ફરક જ ન પડે જ્યારે મને તો આ કારણે તેને ટચ કરવાનું જ મન નહોતું થતું. માટે શરુઆતમાં આવા વ્યક્તિ સાથે એડ્જેસ્ટ કરવું મારા માટે મોટો પ્રશ્ન હતો.

હું કંટાળી જતી હતી

લગ્ન પહેલા અમે ક્યારેય સાથે સમય પસાર નહોતો કર્યો. બસ ક્યારેક ક્યારેક જ મહાપ્રયત્ન પછી એકબીજા સાથે સમય પસાર કરવા મળી જતો હતો. પરંતુ લગ્ન પછી અમે મોટાભાગના સમયે ઘરને એકસાથે રહેતા હતા. જેના કારણે અમને એકબીજા સાથે થોડો કંટાળો અનુભવાવા લાગ્યો હતો. મને તો લગ્ન પહેલાના દિવસો જ યાદ આવતા હતા. લગ્ન પહેલા મને એક્સાઇટિંગ લાઇફ માટે જે જુદા જુદા સપનાઓ હતા તે બધા જ તુટી ગયા હતા. ત્યાં સુધી કે મે પહેલા ત્રણ જ મહિનામાં ગૂગલ કર્યું હતું કે, ‘મેરેજ લાઇફમાં સ્પાર્ક કઈ રીતે લઈ આવવો.’

અમારી લાઇફ સ્ટાઇલ જુદી જુદી હતી

મારી પત્નીની અનહેલ્ધી લાઇફસ્ટાઇલે લગ્નના એક વર્ષ સુધી તો મને ખૂબ હેરાન કર્યો તેટલું જ નહીં અમારી મેરેજ લાઇફ પર પણ તેને અસર પડી હતી. હું સવારે વહેલો ઉઠીને એક્સર્સાઇઝ કરું અને તેને મોડું ઉઠવા અને નાસ્તામાં પિઝ્ઝા, બેડ ટી જેવી આદતો. જેન કારણે દર બીજા દિવસે અમારી વચ્ચે ઝગડા થતા હતા. જોકે હવે તે પોતાની હેલ્થ પ્રત્યે થોડી સજાગ બની છે.

મારા સાસુ-સસરા સાથે એડ્જેસ્ટ થવું એક ઇશ્યુ

મારા લગ્ન પછી મારી સાસુ સાથે એડ્જેસ્ટમેન્ટ કરવું મારા માટે ખરેખર અઘરું હતું. મારા લગ્ન થયા ત્યારે હું ફક્ત 23 વર્ષની હતી અને તેમની એવી ઇચ્છા હતી કે હું ઘરની તમામ જવાબદારી એકદમ પરફેક્ટ રીતે નીભાવું. જ્યારે મારા માટે તો આ બધું નવું હતું અરે મને એક સરખી ગોળ રોટલી પણ બનાવતા નહોંતુ આવડતું. પરંતુ સમય પસાર થતા બધું થાડે પડી ગયું.

પ્રેમમાં પડવું

તમે કોઈની સાથે અરેન્જ્ડ મેરેજ કર્યા હોય તો શક્ય જ નથી કે તમે તેમની અને તેમના પરીવારના દરેક સભ્યો સાથે અટેચમેન્ટ અથવા પ્રેમ અનુભવો. પરંતુ મારા હસબન્ડ ઇચ્છતા હતા કે હું લગ્નના પહેલા દિવસથી જ દરેક સાથે પ્રેમ કરવા લાગું. જેને કારણે શરુઆતના દિવસો થોડા મુશ્કેલીભર્યા હતા.

મિત્રો સાથે સમય પસાર કરવો

આ ખૂબ જ સમાન્ય વાત લાગે પરંતુ મને આ પ્રશ્નના કારણે ઘણી તકલીફ પડી હતી. શરુઆતમાં મારી પત્ની અને મારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે ટાઇમ મેનેજ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. તે મારા લાઇફનો મહત્વનો ભાગ છે અને રહેશે પરંતુ હું મારો સંપૂર્ણ વીકેન્ડ પણ તેની એકની જ સાથે પસાર કરું તેવી મારી ઇચ્છી નહોતી. જ્યારે તે ઇચ્છતી હતી કે હું મારો વીકેન્ડ તેને ડેડિકેટ કરું. જોકે હવે અમારી વચ્ચે સહમતી સધાઈ છે અને અમે બંને પક્ષે ક્વોલિટી ટાઇમ પસાર કરતા શીખ્યા છીએ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here