તમે સચિન તેંડુલકર ને બેટિંગ કરતા જોયા જ હશે,તમે વિરાટ કોહલી ને પણ બેટિંગ કરતા જોયા હશે. આ બન્ને ક્રિકેટરો ના હેલ્મેટ માં દેશ ના ત્રિરંગા ને પણ અંકિત કરેલો જોયો હશે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે મહેન્દ્રસિંઘ ધોની જ્યારે વિકેટ કિપિંગ કરે છે ત્યારે તેના હેલ્મેટ માં ત્રિરંગો કેમ નથી હોતો? તો અમે તમને જણાવીએ છીએ કે શા માટે ધોની ના હેલ્મેટ માં નથી હોતો ત્રિરંગો!!

આ કારણ થી નથી હોતો ધોની ના હેલ્મેટ પર ત્રિરંગો….

મહેન્દ્ર સિંહ ધોની જ્યારે વિકેટ કિપિંગ માં ઉભા હોય છે ત્યારે ક્યારેક એને હેલ્મેટ તો ક્યારેક ટોપી પહેરવી પડે છે. ખાસ કરી ને વન-ડે અને T-20 માં બોલરો ઝડપ થી બદલે છે. ફાસ્ટ બોલરો હોય ત્યારે તેઓ ને હેલ્મેટ પહેરવું પડે છે અને સ્પિન બોલરો વખતે ટોપી પહેરે છે.

અને આમ પણ જોઈએ તો T-20 એક એવું ફોર્મેટ છે કે ત્યાં રમત ખુબજ સ્પીડ માં રમવામાં આવે છે તેથી ધોની વારંવાર હેલ્મેટ માટે બાર ના ખેલાડી ની સેવા લેતા નથી કારણ કે ચાલુ ગેમ માં ટોપી અને હેલ્મેટ ની લેવડદેવડ કરવી એના માટે અમ્પાયર પણ અનુમતિ આપતા નથી.અને એમાં સમય પણ ઘણો ખરો વેડફાય જાય છે એટલા માટે ધોની ટોપી અને હેલ્મેટ બન્ને લઇ ને મેદાન પર આવે છે.

રાષ્ટ્રીય ધ્વજ નું અપમાન ન થાય એટલા માટે….

રાષ્ટ્રીય ધ્વજ નું અપમાન ન થાય એટલા માટે ધોની તેના હેલ્મેટ માં ત્રિરંગો લગાવતા નથી. નિયમોસાર જે કોઈ વસ્તુ પર ત્રિરંગો લગાડેલો હોય તેવી કોઈપણ વસ્તુ ને જમીન પર ન મૂકી શકાય. આવી રીતે ધોની આપણા રાષ્ટ્રીય ચિહ્ન નું સન્માન કરે છે . એટલા માટે ધોની વગર ત્રિરંગા વાળું હેલ્મેટ પેહરે છે.

આ પણ છે બીજું કારણ…

જ્યારે ફાસ્ટ બોલરો બોલિંગ કરે છે ત્યારે ધોની હેલ્મેટ પહેરી લે છે અને ટોપી તેની કમર માં દબાવી લે છે. પણ જ્યારે સ્લો બોલરો બોલિંગ કરે છે ત્યારે તે હેલ્મેટ ને તેના પેન્ટ ની પાછળ રાખી નથી શકતા અને ત્રિરંગો લાગેલું હેલ્મેટ જમીન પર રાખી શકાય નહીં. નીચે ની તસ્વીર માં જુઓ ધોની એક ફાસ્ટ બોલર સામે વિકેટ કિપિંગ કરી રહ્યા છે એણે એની ટોપી તેના પેન્ટ માં ખોસેલી છે અને હેલ્મેટ પણ પહેર્યું છે અને હેલ્મેટ માં ત્રિરંગો ચિત્રિત કરેલો નથી.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here